મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ભાજપમાં જાેડાયા

(હિ.મી.એ),નવીદિલ્હી,તા.૧
મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ રવિવારે મણિપુર વિધાનસભા ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. મણીપુરનાં પૂર્વ મુખ્યમંત્રી એન.બીરેન સિંહ અને ભાજપનાં વરિષ્ઠ નેતા સંબિત પાત્રાની હાજરીમાં મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા.
મણિપુરનાં મુખ્યમંત્રી અને ભાજપ નેતા એન બિરેન સિંહે આજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની સંભાળ લીધી છે, અને તાજેતરમાં જ પ્રદેશમાંથી પાંચ મંત્રીઓને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા છે.
મણિપુરે વાયદો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારને મજબૂત બનાવો.” ૨૮ જુલાઈનાં રોજ, ૨૬-વિષ્ણુપુર વિધાનસભા ક્ષેત્રનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ભૂતપૂર્વ પ્રમુખ ગોવિંદદાસ કોંથૌજમે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું.
તેમનું રાજીનામું બુધવારે વિધાનસભા સચિવની કચેરીમાં સુપરત કરવામાં આવ્યું હતું. કોંથૌજમનાં ભાજપમાં પ્રવેશની જાહેરાત રવિવારે સવારે પક્ષનાં પ્રવક્તા અનિલ બાલુનીએ કરી હતી.
એક તરફ ભાજપ તેના પાર્ટી પરિવારને આગળ વધારી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસની થેલીમાંથી તેના નેતાઓ અલગ થઇ રહ્યા છે. કોંગ્રેસ ઘણા રાજ્યોમાં રાજકીય સંકટનો સામનો કરી રહી છે. પંજાબમાં અશોક ગેહલોત હોય કે રાજસ્થાનમાં સચિન પાયલટ, નવજાેત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે પણ ઝઘડો કોઇનાંથી છુપાયેલો નથી.
તાજેતરનાં દિવસોમાં કોંગ્રેસ સમક્ષ પોતાના નેતાઓને જાળવી રાખવાનો પડકાર વધ્યો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા. બીજી બાજુ, શુક્રવારે, આસામનાં કોંગ્રેસનાં ધારાસભ્ય સુશાંત બોરગોહેને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતુ.
તેમના નામની પણ ઘણી ચર્ચા છે કે તેઓ ભાજપમાં જાેડાઈ શકે છે. બીજી બાજુ, શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપનાં મોટા નેતા બાબુલ સુપ્રિયોએ રાજકારણને અલવિદા કહી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે કે, તે રાજકારણમાં માત્ર સમાજ સેવા માટે આવ્યા હતા. હવે તેમણે પોતાનો રસ્તો બદલવાનો ર્નિણય કર્યો છે. વળી, બંગાળમાં મુકુલ રોયે ભાજપને અલવિદા કહ્યું અને ટીએમસીમાં પાછા જાેડાયા છે.