Western Times News

Gujarati News

રાજ કુન્દ્રા-એકતા કપૂરનું નામ લેવા માટે પોલીસે દબાણ કર્યું હતુંઃ ગેહના વશિષ્ઠ

(હિ.મી.એ),મુંબઇ, બિઝનેસમેન રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલીઝ કરવા માટે આરોપોનાં ઘેરામાં છે. રાજ કુન્દ્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મુંબઈ પોલીસનો દાવો છે કે, તેમની પાસે રાજ વિરુદ્ધ મજબૂત પુરાવા છે.

બીજી તરફ પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે મુંબઈ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગહેનાનો આરોપ છે કે, પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રા અને એકતા કપૂરના નામ લેવા માટે મુંબઈ પોલીસ દ્વારા તેની પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
એક અખબાર સાથે વાતચીતમાં પોતાના નિવેદનમાં ગહેનાએ મુંબઈ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

અભિનેત્રીના જણાવ્યા અનુસાર, ‘મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના નિવેદનમાં રાજ કુન્દ્રા અને એકતા કપૂરનું નામ લેવાનું કહ્યું હતું, પરંતુ તેણે આવું કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે પોલીસે રૂપિયાની પણ માંગણી કરી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

ગેહના વશિષ્ઠે ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો છે કે, મુંબઈ પોલીસે તેની ધરપકડ ન કરવા માટે ૧૫ લાખની માંગણી કરી હતી. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, પોલીસકર્મીઓએ તેને કહ્યું કે, જાે તે તેને આ રકમ આપશે તો તેની ધરપકડ કરવામાં આવશે નહીં. પરંતુ, તેણે પૈસા આપવાની ના પાડી દીધી હતી.

ગેહના વસિષ્ઠ કહ્યું હતું કે, ‘પોલીસકર્મીઓએ મારી પાસે પૈસા માંગ્યા હતા, પણ મેં પૈસા આપ્યા નહીં કારણ કે મને લાગ્યું કે, જ્યારે મેં કાંઈ ખોટું કર્યું નથી તો રુપિયા કેમ આપુ. મેં જે વીડિયોમાં કામ કર્યું હતું તે બોલ્ડ કન્ટેન્ટ હતી પોર્ન નહીં. ત્યારથી હું માનું છું કે મેં અને રાજ કુન્દ્રાએ કાંઈ ખોટું કર્યું નથી’.

જાેકે, ‘પોલીસ દ્વારા ત્યારે જ ધમકી આપવામાં આવી હતી કે, આનું પરિણામ ભોગવવાની તૈયારી રાખજે.’ નોંધનીય છે કે, અહેવાલ પ્રમાણે, બે પીડિતાએ ગેહના વશિષ્ઠ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેણે દાવો કર્યો છે કે, તેને ડરાવી, ધમકાવીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી અને શૂટિંગ કરવામાં આવ્યું હતું.

તો બીજી પીડિતાએ રોવા ખાન પર ધમકાવવાનો તથા દબાણ કરીને શૂટિંગ કરાવાનો આરોપ મૂક્યો છે. પોલીસે સુરક્ષાના કારણોસર બંને પીડિતાનાં નામ છુપાવ્યાં છે. આ નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગેહના તથા રોવાએ પીડિતાઓને પોર્ન કન્ટેન્ટ બનાવવા માટે મજબૂર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.