૧૬મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/petrol.jpg)
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ગરમ થયા છતાં ભારતમાં છેલ્લા ૧૬ દિવસથી પેટ્રોલ-ડીઝલનું બજાર સ્થિર છે. હકીકતમાં અમેરિકામાં કાચા તેલની માંગ વધવાથી દુનિયાભરના ગ્રાહકો પર અસર પડી છે. પરંતુ આ સમયે દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થા પર કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિએન્ટની અસર વધી રહી છે. તેમ છતાં પેટ્રોલિયમ પદાર્થોની માંગમાં કોઈ ખાસ કમી આવી નથી. રાહતની વાત છે કે ભારતની સરકારી તેલ કંપનીઓ હજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
દિલ્હીમાં સોમવારે ઈન્ડિયન ઓયલના પંચ પર પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે. આ વર્ષની શરૂઆતના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને કારણે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો થયો નહતો. આ દરમિયાન કાચુ તેલ મોંઘુ થવા છતાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ મેથી તેની કિંમત વધી હતી. ત્યારબાદ ૪૨ દિવસમાં પેટ્રોલ ૧૧.૫૨ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું હતું. પરંતુ હરદીપ પુરીના પેટ્રોલિયમ મંત્રી બન્યા બાદ ૧૮ જુલાઈથી ભાવ સ્થિર છે. ડીઝલ મોંઘુ ઈંધણ હોવા છતાં ભારતમાં તે પેટ્રોલના મુકાબલે સસ્તુ વેચાય છે.
આ કારણ છે કે અહીં મોટાભાગની બસ અને ટ્રક ડીઝલથી ચાલે છે. જાે આ ઈંધણનો ભાવ વધે છે તો મોંઘવારી પણ વધે છે. આ વર્ષના શરૂઆતી મહિનામાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ દરમિયાન ૪૧ દિવસ સુધી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ૪ મેથી તેમાં ધીમે-ધીમે વધારો થયો, તેનાથી ડીઝલ ૯.૦૮ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું હતું. ત્યારબાદ પાછલી ૧૬ જુલાઈથી તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અમેરિકામાં કાચા તેલની માંગ વધવાથી દુનિયા ભરના ગ્રાહકો પર તેની અસર પડી છે.
તેથી પાછલા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ કાચા તેલનું બજાર વધારા સાથે બંધ થયું છે. હકીકતમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ છતાં પેટ્રોલિયમ પદાર્થોની માંગમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. કારણ કે અમેરિકામાં પાછલા સપ્તાહે કાચા તેલનો ભંડાર ઘટ્યો હતો. તેના કારણે ત્યાં વધુ ખરીદી થઈ રહી છે. ત્યારે પાછલા સપ્તાહે કારોબારની સમાપ્તિના સમયે બ્રેન્ટ ક્રૂડ ૭૬.૩૩ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું.