Western Times News

Gujarati News

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય કોલેજે વલ્લભ વિદ્યાનગરમાં નવી હોસ્ટેલ શરૂ કરી

BVM એન્જિનીયરિંગ કોલેજે નવી હોસ્ટેલ એલએન્ડટીના ગ્રૂપ ચેરમેન (L&T Group Chairman) શ્રી એ એમ નાઇકના નામે શરૂ કરી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં હોસ્ટેલનું ઉદ્ગાટન થયું

આણંદ, ગુજરાતના શિક્ષણધામ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં સ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનીયરિંગ કોલેજ (બીવીએમ)એ એની નવી હોસ્ટેલનું નામ એના પૂર્વ પ્રસિદ્ધ વિદ્યાર્થી લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન શ્રી એ એમ નાયકના માનમાં આપ્યું છે.

આ હોસ્ટેલનું ઉદ્ગાટન ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની હાજરી શ્રી નાયકે પોતે અને ચરોતર વિદ્યા મંડલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઈ પટેલે કર્યું હતું. Birla Vishvakarma Mahavidyalaya Engineering College (BVM college, V. V. Nagar) names new hostel in honour of Mr. A M Naik, Group Chairman, L&T

શ્રી નાયક બીવીએમ એન્જિનીયરિંગ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે, જેમણે વર્ષ 1963માં ચરોતર વિદ્યા મંડળની સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનીયરિંગ પૂર્ણ કર્યું હતું. દેશની પ્રતિષ્ઠિત એન્જિનીયરિંગ અને નિર્માણ કંપનીઓ પૈકીની એક તરીકે લાર્સન એન્ડ ટૂબ્રોના હેડ તરીકે ભારતીય ઉદ્યોગમાં એ એમ નાઇકના ઉત્કૃષ્ટ પ્રદાનના માનમાં ચરોતર વિદ્યા મંડળે એના પૂર્વ પ્રસિદ્ધ વિદ્યાર્થીની યાદમાં એની નવી હોસ્ટેલનું નામ એ એમ નાયક હાઉસ ઓફ સ્કોલર્સ રાખ્યું છે. તેઓ સામુદાયિક સેવામાં પણ પ્રેરક વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે તેમની આવકનો 75 ટકા હિસ્સો દાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ પ્રસંગે શ્રી એ એમ નાયકે કહ્યું હતું કે, “બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનીયરિંગ કોલેજ સાથે જોડાવાની મને ખુશી છે. અહીં વિદ્યાર્થી તરીકે મને શિક્ષણ મળ્યું એ બદલ હું સંસ્થાનો આભારી છું, જેમણે મારાં ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ આનંદદાયક પ્રસંગ દરમિયાન શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં એની મને ખુશી છે. મને આશા છે કે, આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા નિઃસ્વાર્થ સેવા આપવાનું જાળવી રાખશે અને આ દેશના ભવિષ્યને ઘડવા યુવા પેઢીને તૈયાર કરશે. હું કોલેજને મારી શુભેચ્છા આપું છું.”

ચરોતર વિદ્યા મંડળ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઈ પટેલે કહ્યું હતું કે, “અમારી બીવીએમ કેમ્પસની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થવાની જાહેરાત કરવાની મને ખુશી છે. અમારો મંત્ર શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરીને યુવા પેઢીને શિક્ષણ આપવાનો અને તેમનું કૌશલ્ય વધારવાનો છે.

અમારી એ એમ નાઇક હાઉસ ઓફ સ્કોલર્સ બિલ્ડિંગ અમારી શૈક્ષણિક ફિલોસોફી સારી રીતે સંકલિત છે તથા અમે વધારે ઉત્સાહી વ્યક્તિઓને તૈયાર કરવા અને ભવિષ્યના ઇજનેરી વ્યવસાયિકો બનાવવા આતુર છીએ.”

ગુજરાતમાં વર્ષ 1948માં સ્થાપિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનીયરિંગ કોલેજ દેશમાં સૌથી જૂની ઇજનેરી કોલેજ પૈકીની એક છે અને રાજ્યમાં ટોચની ઇજનેરી કોલેજોમાં સામેલ છે. 18.96 એકર વિસ્તારમાં પથરાયેલી કોલેજ વિવિધ યુજી અને વિવિધ ક્ષેત્રોમાં બી. ટેક અભ્યાસક્રમો પ્રદાન કરે છે.

દક્ષિણ ગુજરાતમાં શિક્ષકોના પરિવારમાંથી આવતા શ્રી એ એમ નાઇકને કોર્પોરેટ દિગ્ગજ તરીકે જોવામાં આવે છે, જેઓ રાષ્ટ્રનિર્માણ અને સમાજોપયોગી સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ગરીબો અને જરૂરિયાતમંદોના ઉત્થાન માટે તેમની આવકનો 75 ટકા હિસ્સો દાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

શિક્ષણ, કૌશલ્ય નિર્માણ અને હેલ્થકેર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તેમણે બે ચેરિટેબલ ટ્રસ્ટ – નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ સ્કિલ ટ્રેનિંગ તથા નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ સ્થાપિત કર્યા છે, જેનો ઉદ્દેશ સમુદાયને અદ્યતન તબીબી સારવાર પ્રદાન કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.