નકલી ઉચ્ચ અધિકારી બની જેલ સત્તાવાળાઓને ધમકાવતો શખ્સ ઝડપાયો
સાબરમતી જેલમાં રહેલા મિત્રોને મળવા આરોપીએ ફોન પર ધમકી આપી હતી ઃ જેલ સતાવાળાઓની સમય સૂચકતાથી આરોપી ઝડપાયો |
(પ્રતિનિધિ) અમદાવાદ :અમદાવાદ શહેરમાં નકલી પોલીસ બનીને નાગરિકોને લુંટવાની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે અસલી પોલીસ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે ત્યારે તસ્કરો અને લુંટારુઓને મોકળુ મેદાન મળી ગયું છે શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે.
પરંતુ ચોરી અને લુંટફાટની ઘટનાઓ અવિરતપણે બની રહી છે જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે સામાન્ય નાગરિકોને નકલી પોલીસનો કડવો અનુભવ થઈ રહયો છે ત્યારે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીઓને નકલી ઉચ્ચ અધિકારી બની ફોન પર ધમકાવતા શખ્સને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લઈ તેની સઘન પુછપરછ શરૂ કરવામાં આવી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખૂંખાર કેદીઓ સજા કાપી રહયા છે જેના પગલે જેલમાં જામર સહિતના સાધનો લગાડવામાં આવેલા છે તેમ છતાં મોબાઈલ ફોનો મળવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલની ઘટનામાં એક શખ્સે પોતાના બે મિત્રોને જેલમાં મળવા માટે આ કારસ્તાન કર્યું હોવાનું ખુલ્યુ છે જેલ સત્તાવાળાઓએ આ શખ્સને ઝડપી લઈ ક્રાઈમબ્રાંચના હવાલે કરી દીધો છે.
ગઈકાલે બપોરના સુમારે સાબરમતી જેલમાં અજાણી વ્યક્તિએ ફોન કરીને પોતાનું નામ રાહુલ કેશવલાલ ચંન્દ્રાકર તરીકે આપીને પોતે ઉચ્ચ પોલીસ અધિકારી હોવાનું જણાવ્યું હતું બાદમાં આ વ્યક્તિએ જેલમાં રહેલા સંજય હમીરભાઈ ચૌહાણ તથા ભરત ઉર્ફે જસ્ટીન ભીખાભાઈ મેવાડાની પોતાના માણસ સાથે મુલાકાત કરવા દેવા જણાવતા ઓપરેટરે આ અંગે જેલબર એફ.એસ. મલેકને વાત કરી હતી જાકે નિયમો મુજબ જેલરે મુલાકાત આપવાની ના પાડતાં
આ વ્યક્તિએ બે થી ત્રણ વખત ફોન કરીને આરોપીઓને મળવા દેવા જેલર પર દબાણ સજર્યુ હતું અને પોતાનો માણસ જેલ બહાર જ ઉભો છે તેમ કહેતા સમગ્ર ઘટના અંગે જેલર મલેકે પોતાના ઉપરી સાથે વાત કર્યા બાદ સ્ટાફ સાથે જેલ બહાર રાહ જાતા વ્યક્તિએ મળ્યા હતા જેની પુછપરછ કરતાં તેણે પોતે રાહુલ ચંન્દ્રકાર ગાંધીનગર પાસા વિભાગમાં અધિકારી હોવાનું જણાવ્યું હતું
જાકે શંકાસ્પદ લાગતા આ ઈસમની ઉલટ તપાસ કરતા તે ભાંગી પડયો હતો અને પોતે કલાપીનગરમાં રહેતો રાહુલ પરમાર છે અને બંને મિત્ર જેલમાં હોઈ તેમને મળવા માટે આ નાટક કર્યુ હોવાનું કબુલ કર્યું હતું. જેલના સ્ટાફે રાહુલને ઝડપીને ક્રાઈમબ્રાંચના હવાલે કર્યો છે જયાં તેની વધુ પુછપરછ ચાલી રહી છે.