Western Times News

Gujarati News

ઉંમરનો તફાવત હોવા છતાં ટપ્પુ સાથે બબિતાનું નામ જાેડાયું

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કો-સ્ટાર્સ મુનમુન દત્તા (બબિતા) અને રાજ અનડકટ (ટપ્પુ) ઘણીવાર તેમના બોન્ડિંગના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. મુનમુન દત્તા રાજ અનડકટ કરતાં ૧૧ વર્ષ મોટી હોવા છતાં સોશિયલ મીડિયા યૂઝર્સ ઘણીવાર તેમનું નામ જાેડતાં આવ્યા છે, જાે કે તેનાથી તેમની મિત્રતાને કોઈ અસર થઈ નથી. રાજ અને મુનમુન એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતાં રહે છે. ઈન્સ્ટાગ્રામ રિલમાં અત્યારે સોન્ગ બચપન કા પ્યાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. બોલિવુડથી લઈને ટેલિવુડના સેલેબ્સ તેના પર વીડિયો બનાવી રહ્યા છે.

જેમાંથી રાજ અનડકટ પણ બાકાત નથી. રવિવારે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે એક્ટરે ‘બચપન કા પ્યાર’નો રિલ વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેણે લખ્યું હતું કે ‘હેપ્પી ફ્રેન્ડશિપ ડે તમારા બાળપણના દોસ્તને ટેગ કરો. મુનમુન દત્તાએ વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘સો ક્યૂટ’ આ સાથે તેણે પાંચ હાર્ટ ઈમોજી પણ મૂક્યા હતા. તો રાજે પણ રિપ્લાયમાં ‘હાહાહાહા’ લખ્યું હતું. રાજની પોસ્ટ પર મુનમુનની કોમેન્ટ જાેઈને કેટલાક યૂઝર્સ તરત જ પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું હતું ‘તેના ક્રશ તરફથી શું જવાબ આવ્યો છે’.

તો એક યૂઝરે તેને ‘ભાભીજી’ કહી હતી. આ સિવાય એક્ટર્સના ફેન્સે તેની એક્ટિંગના વખાણ પણ કર્યા હતા. ઘણા એપિસોડથી મુનમુન દત્તા જાેવા ન મળી રહી હોવાથી તેણે શો છોડી દીધો હોવાની અફવા ઉડી હતી. જાે કે, આ અંગે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૨-૩ દિવસથી, ઘણી બાબતો ખોટી દર્શાવવામાં આવી રહી છે, જેની મારા જીવન પર નકારાત્મક અસર પડે છે.

લોકો કહી રહ્યા છે કે હું શોના સેટ પર જઈ રહી નથી અને તે એકદમ ખોટું છે. સત્ય એ છે કે શોના ટ્રેકમાં મારી ઉપસ્થિતિની જરુર નથી. તેથી, મને શૂટિંગ માટે બોલાવવામાં આવી રહી નથી. પ્રોડક્શન હાઉસ સીન અને નેક્સ્ટ ટ્રેક નક્કી કરે છે. હું તે નક્કી કરતી નથી. હું માત્ર વ્યક્તિગત છું, જે કામ પર જાય છે, તેનું કામ કરે છે અને પરત ફરે છે. તેથી, જાે સીનમાં મારી જરુર ન હોય તો, તો હું શૂટિંગ પર નહીં જ જાઉ ને’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.