Western Times News

Gujarati News

યુનિઝા ગ્રુપે અમેરિકા સ્થિત લાયસુલિન ઈન્કોર્પોરેશન સાથે વિશેષ જોડાણ કર્યું,

ભારતમાં ડાયાબીટિસ માટે અમેરિકી પેટન્ટેડ ન્યૂટ્રિશનલ સપ્લીમેન્ટ લાયસુલિન લોન્ચ કર્યું

ગ્રુપે ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વેપાર એમ ત્રણ વિભાગો ઊભા કર્યા

મુખ્ય મુદ્દાઃ

યુનિઝા ગ્રુપે ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય વેપાર એમ ત્રણ વિભાગો ઊભા કર્યા
અમેરિકા સ્થિત સિમ્બાયોટિક્સ બાયોફાર્મા પ્રાઈવેટ લિમિટેડ સાથે હાથ મિલાવીને શોન્સ હેર સિરમ અને કેરાટિઝા શેમ્પૂ તથા લાયસુલિન ઈન્કોર્પોરેશન સાથે મળીને લાયસુલિન પ્રોડક્ટ ભારતીય બજારોમાં સૌપ્રથમ વખત લોન્ચ કરી
દેશભરમાં 500 કર્મચારીઓ સાથે ડર્મેટોલોજી અને કાર્ડિયો-મેટાબોલિક્સ એમ બે થેરાપીમાં 80 એસકેયુ સાથે પ્રારંભ કર્યાના પહેલા જ વર્ષમાં રૂ. 25 કરોડનું વેચાણ હાંસલ કર્યું
નાણાંકીય વર્ષ 2021-22માં રૂ. 100 કરોડના વેચાણનો લક્ષ્યાંક, 1,000 કર્મચારીઓ સાથે ગાયનેકોલોજી અને રેસ્પિરેટરી બજારોમાં પ્રવેશવાની યોજના
ગુજરાતમાં અમદાવાદ નજીક કડી ખાતે ડબ્લ્યુએચઓ-જીએમપી અને પીઆઈસી/એસ માર્ગદર્શિકાને અનુસરતા અત્યાધુનિક ઉત્પાદન એકમ
180 ડોઝિયર ફાઈલ કરવાની યોજના, વર્તમાન નાણાંકીય વર્ષમાં નિકાસો માટે આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ-પૂર્વ અમેરિકા અને સીઆઈએસ દેશો જેવા આરઓડબ્લ્યુ બજારો પર વધુ ધ્યાન આપશે
અમદાવાદ, 03 ઓગસ્ટ, 2021 – કામગીરી શરૂ કર્યાના પહેલા વર્ષની ઊજવણી કરતી અમદાવાદ સ્થિત નવી ફાર્મા કંપની યુનિઝા ગ્રુપે અમેરિકાની ઈનોવેટર કંપની લાયસુલિન ઈન્કોર્પોરેશન સાથે વિશેષ જોડાણ કરીને ભારતીય બજારમાં નવીનતમ પુરાવા આધારિત ન્યૂટ્રિશનલ પ્રોડક્ટ લાયસુલિન લોન્ચ કરી છે. લાયસિન સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરીને પ્રોટિન ગ્લાયકેશન નિવારવા માટે તથા સપ્લીમેન્ટની મદદથી ડાયાબીટિસની સારવાર માટે લાયસુલિનને અમેરિકામાં પેટન્ટ મળેલી છે.

 

યુનિઝા એ પશુપતિ ગ્રુપનું ફાર્મા સાહસ છે. કંપનીએ ગુજરાતમાં અમદાવાદ નજીક કડી ખાતે ડબ્લ્યુએચઓ-જીએમપી અને પીઆઈસી/એસ માર્ગદર્શિકાને અનુરૂપ અત્યાધુનિક ઉત્પાદન એકમ સ્થાપ્યો છે. ઓગસ્ટ, 2020માં ભારતીય વેપારની શરૂઆત કર્યા બાદ કંપનીએ પહેલા જ વર્ષમાં 80થી વધુ એસકેયુ સાથે રૂ. 25 કરોડનું વેચાણ હાંસલ કરીને તેની પ્રોડક્ટ રેન્જનું ક્રમશઃ વિસ્તરણ કર્યું છે.

 

આ અંગે યુનિઝા હેલ્થકેરના સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી શ્રીકાંત શેશાદ્રીએ જણાવ્યું હતું કે “વિશ્વની શ્રેષ્ઠતમ હેલ્થકેર પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં લાવવાનો અમારો પ્રયાસ છે અને લાયસુલિન, શોન્સ તથા કેરાટિઝા અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કંપની ભારતમાં સૌપ્રથમ એવી બીજી અનેક નવીનતમ પ્રોડક્ટ્સ રજૂ કરવાની યોજના ધરાવે છે. ડર્મેટોલોજી, કાર્ડિયોલોજી અને ડાયાબીટિસ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપતાં અમે એન્ટી-ફંગલ, એન્ટી-ડેન્ડ્રફ પ્રિપેરેશન્સ, મોઈશ્ચરાઈઝર્સ, એન્ટી-બાયોટિક્સ, એન્ટી-એલર્જિક પ્રિપરેશન્સ, એન્ટી-એક્ને, મલ્ટી-વિટામીન્સ, એન્ટી-હાયપરટેન્સિવ્સ, ઓરલ હાઈપોગ્લીસેમિક એજન્ટ્સ, લિપિડ લોઅરિંગ એજન્ટ્સ તથા આયર્ન પ્રિપરેશન્સ  સહિતની પ્રોડક્ટ્સ પૂરી પાડીએ છીએ.”

“યુનિઝા ઉચ્ચતમ ગુણવત્તા તથા કિફાયતી ફોર્મ્યુલેશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. વિશ્વસ્તરની પ્રોડક્ટ્સ બનાવવા માટે અમારી આરએન્ડડી તથા પ્રોડક્શન ટીમ જીએમપી માર્ગદર્શિકાઓ તથા ડબ્લ્યુએચઓ ગુણવત્તા માપદંડોનું કડક પાલન કરે છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અમે આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને સીઆઈએસ દેશો જેવા આરઓડબ્લ્યુ બજારો પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ અને 180થી વધુ ડોઝિયર ફાઈલ કરવાની યોજના ધરાવીએ છીએ. ભારતીય વેપારમાં નાણાંકીય વર્ષ 2021-22માં રૂ. 100 કરોડનું વેચાણ હાંસલ કરવાનું અમારું લક્ષ્યાંક છે”, એમ યુનિઝા ગ્રુપના એમડી અને પશુપતિ ગ્રુપના સ્થાપક શ્રી સૌરિન પરીખે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.