ધોની નેગેટિવ રોલ છીનવી લેશે તેવો ગુલશનને ડર
મુંબઈ: બોલિવુડ એક્ટર ગુલશન ગ્રોવર બેડ બોયના નામથી જાણીતા છે. અત્યારસુધીના કરિયરમાં તેમણે જેટલી પણ ફિલ્મો કરી છે, તમામમાં તેઓ વિલનના રોલમાં જાેવા મળ્યા છે. નેગેટિવ રોલમાં લોકો તેમને પસંદ પણ કરે છે. જાે કે, છેલ્લા કેટલાક દિવસથી તેમને પોતાના પાસેથી નેગેટિવ રોલ એક વ્યક્તિ છિનવી લેશે તેવો ડર સતાવી રહ્યો છે અને આ વ્યક્તિ બીજાે કોઈ નહીં પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. વાત એમ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ નવો લૂક અપનાવ્યો છે. જેમાં તે એકદમ અલગ લાગી રહ્યો છે. ધોનીના નવા લૂકની તસવીરો શેર કરીને ગુલશન ગ્રોવરે લખ્યું છે ‘માહી ભાઈ. સુપર્બ લૂક છે.
પ્લીઝ કોઈ ડોનનું પાત્ર ન સ્વીકારતા, નહીં તો મારા ધંધા પર લાત મારવા જેવું થશે. પહેલાથી જ મારા ત્રણ ખાસ ભાઈ સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ આમ કરી રહ્યા છે, જેથી હું કામથી બહાર નીકળી જાઉ. આલિમ હાકિમ તારા માટે બેડ મેન આવી રહ્યો છે’. ગુલશન ગ્રોવરે જેવી આ ટ્વીટ કરી લોકોના રિએક્શન આવવા લાગ્યા. એક્ટરના ફેન્સે તેના પર પ્રેમ પણ વરસાવ્યો છે. એક યૂઝરે લખ્યું છે ‘ગુલશન ગ્રોવર સર. તમારી જગ્યા કોઈ ન લઈ શકે. અલગ-અલગ દશકામાં ઘણા વિલન આવ્યા પરંતુ બેડમેન તો માત્ર એક જ છે. ગુલશન ગ્રોવરના અન્ય ફેને લખ્યું છે ‘સર, તમારી બરાબરી કોઈ કરી શકે નહીં. તમે જે રોલ કર્યા તે અમર છે.
એક યૂઝરે લખ્યું છે ‘ગુલશન ગ્રોવર સર તમે ચિંતા ન કરશો. તેઓ તેમનું કામ કરી રહ્યા છે. આ ઈન્ડસ્ટ્રીમાંથી તમને કોઈ બહાર કરી શકે નહીં. આ સિવાય કેટલાક ટિ્વટર યૂઝર્સ માહી એટલે કે ધોનીના લૂકના પણ વખાણ કરી રહ્યા છે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, ગુલશન ગ્રોવર છેલ્લે સંજય ગુપ્તાની ‘મુંબઈ સાગા’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતા. આ સિવાય સુનીલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, મહેજ માંજરેકર અને અન્ય કેટલાક મહત્વની ભૂમિકામાં હતા.