Western Times News

Gujarati News

મોડાસા નગર પાલીકાના કોર્પોરેટરનું હીટ એન્ડ રનની ઘટનામાં મોત

ટીંટોઈ નજીક નગર સેવકની બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જીલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં મોડાસા નગરપાલિકા ભાજપના કોર્પોરેટરનું કમકમાટી ભર્યું મોત નિપજતાં સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મોડાસા નગરપાલિકાના નગર સેવક મનોજ ભાઈ રાઠોડ બાઈક લઇ ધંધાકીય કામકાજ અર્થે ટીંટોઈ નજીક પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાને પગલે મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી નગરસેવકનું મોત થતા નગરપાલિકાના કોર્પોરેટરો અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ હતી

મોડાસા નગર પાલીકના ભાજપના કોર્પોરેટર અને મોડાસાની પુરષોત્તમ નગર સોસાયતીમાં રહેતા મનોજભાઈ ચંદુભાઈ રાઠોડ કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે મંગળવારે બાઈક લઇ શામળાજી તરફ કામકાજ અર્થે નીકળ્યા હતા ટીંટોઈ નજીક પેટ્રોલપમ્પ પાસે અજાણ્યા વાહને મનોજ ભાઈની બાઈકને ટક્કર મારતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મનોજભાઈ રાઠોડનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનો દોડી આવી આક્રંદ કરી મૂક્યું હતું નગરસેવકનું અકસ્માતમાં મોત નિપજતાં નગરસેવક મોટી સંખ્યામાં નગર સેવકો દોડી આવ્યા હતા મોડાસા રૂરલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.