અભિનેતા અર્જુન કપૂરે મલાઈકાનો વીડિયો શેર કર્યો
મુંબઈ: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેવા બોલિવુડ સેલિબ્રિટી છે જેમની ચર્ચા થોડા-થોડા દિવસે થતી રહી છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરે છે અને લોકોનું ધ્યાન તરત જ તેમના તરફ ખેંચાઈ છે. મલાઈકા અરોરાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે ખુલાસો કર્યો હતો કે તે ટૂંક સમયમાં ન્યૂડ મીલ નામનો એક પ્રોજેક્ટ લઈને આવી રહી છે.
જેમાં એનનો અર્થ થાય છે ન્યૂટ્રિશન્સ, યુનો અર્થ થાય છે અનડાઈઝસ્ડ, ડીનો અર્થ થાય છે ડિલિશસ અને ઈનો અર્થ થાય છે ઈટ્સ મલાઈકાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હવે વધુ રહસ્ય નહીં. હું એવું કંઈક લાવી રહી છું જે તમારા અને મારા એમ બંને માટે ઉત્સાહનજક રહેશે. મારી સાથે સ્વાદિષ્ટ ભોજન લેવા માટે તૈયાર થઈ જાઓ. તેથી, તે છે ન્યૂડ બાઉલ. એન-ન્યૂટ્રિશન્સ, યુ-અનડાઈઝસ્ડ, ડી-ડિલિશસ અને ઈ-ઈટ્સ. શું તમે ઉત્સાહિત છો? ૧૧ ઓગસ્ટે લોન્ચ થઈ રહ્યું છે. મુંબઈ, પુણે, દિલ્હી, એનસીઆર અને બેંગ્લોરમાં ઉપલ્બધ રહેશે.
અર્જુન કપૂરે મલાઈકા અરોરાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે અને લખ્યું છે ‘રાહ જાેઈ શકતો નથી’. લેડી લવના પ્રોજેક્ટથી અર્જુન કપૂર પણ ઘણો ખુશ છે તેમ લાગી રહ્યું છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો બંને ઘણીવાર સાથે લંચ તેમજ ડિનર ડેટ પર જતાં જાેવા મળે છે. રવિવારે ફ્રેન્ડશિપ ડે પર પણ બંનેએ સાથે સમય પસાર કર્યો હતો. અર્જુન કપૂર સવારથી મલાઈકાના ઘરે પહોંચી ગયો હતો
આ દરમિયાન મલાઈકાએ તેના માટે પાસ્તા સહિતની વાનગીઓ બનાવી હતી. જેની ઝલક બંનેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. મલાઈકા અને અર્જુન રિલેશનશિપમાં હોવાની ચર્ચા ભલે હોઈ પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી. તેઓ માત્ર સારા મિત્રો હોવાનું તેઓ હંમેશાથી કહેતા આવ્યા છે.