બચપન કા પ્યારવાળો છોકરો બાદશાહ સાથે જાેવા મળશે
મુંબઈ: સોશિયલ મીડિયા પર વાયરલ થેયલાં સ્કૂલનાં બાળકનું ગીત ‘બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે દરેકનાં મોઢે વાયરલ થઇ ગયું છે. બે વર્ષ પહેલા સહદેવ દિરદોએ આ ગીત ગાયુ હતું. સહદેવનું ગીત સાંભળ્યા બાદ રેપર બાદશાહએ વીડિયો કોલ પર તે બાળકની સાથે વાત કરી હતી. અને બાળકને ચંદીગઢ આવવાં આમંત્રણ આપ્યું હતું. હવે બાદશાહે સહદેવની સાથે એક તસવીર શેર કરી છે જે ખુબજ વાયરલ થઇ રહી છે. રેપર બાદશાહએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની અને સહદેવની એક તસવીર શેર કરી છે. આ શેર કરવામાં આવેલી તસવીરમાં બંને કેમેરાની તરફ જાેતા નજર આવે છે. પોસ્ટ શેર કર્યા બાદ બાદશાહે કેપ્શનમાં લખ્યું છે
બચપન કા પ્યાર, બહુ જલ્દી જ આવવાનું છે. બચપન કા પ્યાર, બહુ જલ્દી જ આવવાની છે. આ પોસ્ટ બાદ બાદશાહનાં ફેન્સ ઘણી એક્સાઇટેડ છે. પોસ્ટ પર અત્યાર સુધી ૬ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. યૂટ્યૂબર આશીષ ચંચલાનીએ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે, ‘શું વાત છે. તો રેપર્સનાં ફેન્સે પણ પોસ્ટ પર ખુબ બધી કમેન્ટ કરી છે. સહદેવ દિરદોનું ગાયેલું ગીત મેરે બચપન કા પ્યાર ભૂલ નહીં જાના રે’,
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણું ચર્ચિત છે. આ ઉપરાંત છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનાં કહેવાં પર સહદેવ દિરદોએ તેનાં નિરાલા અંદાજમાં આ ગીત સંભળાવ્યું હતું. મુખ્યમંત્રી બઘેલે સહદેવનાં ગાવવાની શૈલીનાં વખાણ કર્યા હતાં અને તેનાં ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ આપી.
સહદેવનાં ગીત પર ઘણાં મીમ્સ વાયરલ થયા છે. સહદેવનું આ ગીત ગામમાં થયેલાં લગ્ન-પાર્ટીમાં પણ સંભળાવવામાં આવ્યું હતું. જેને તે ગણગણતો હતો. ગીતને તે જે કોન્ફિડન્સથી ગાયુ છે લોકો તેનાં દિવાના થઇ રહ્યાં છે.