Western Times News

Gujarati News

નુવોકો વિસ્તાસનો Rs. 5,000 કરોડનો IPO 9 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે

પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ Rs. 560થી Rs. 570 નક્કી થઈ

·         બિડ/ઓફર 09 ઓગસ્ટ, 2021ને સોમવારે ખુલશે અને 11 ઓગસ્ટ, 2021ને બુધવારે બંધ થશે

અમદાવાદ, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડ (“નુવોકો વિસ્ટાસ” અથવા “કંપની”) ભારતમાં ક્ષમતાની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી સિમેન્ટ કંપની તથા પૂર્વ ભારતમાં અગ્રણી રેડી મિક્સ કોન્ક્રીટ ઉત્પાદક પૈકીની એક અને સૌથી મોટી સિમેન્ટ કંપની છે (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ).

31 માર્ચ, 2021 સુધી કંપની કુલ 22.32 એમએમટીપીએની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 11 સિમેન્ટ પ્લાન્ટ ધરાવતી હતી.

Hiren-Patel-Chairman

કંપનીની લીડરશિપ ટીમનું નેતૃત્વ ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી હિરેન પટેલ તથા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયકુમાર ક્રિષ્નાસ્વામી કરે છે.

નુવોકો વિસ્ટાસનો આઈપીઓ (“ઓફર”) 09 ઓગસ્ટ, 2021ને સોમવારે ખુલશે અને 11 ઓગસ્ટ, 2021ને બુધવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ Rs. 560થી Rs. 570 નક્કી થઈ છે.

ઓફરની કુલ સાઇઝ Rs. 5,000 કરોડ છે, જેમાં Rs. 1,500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને નિયોગી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (“પ્રમોટર વિક્રેતા શેરધારક”) દ્વારા Rs. 3,500 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાથી થનારી Rs. 1,350 કરોડની આવકનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી ઉપરાંત અમારી કંપનીએ લીધેલા ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી/રિડેમ્પ્શન, સંપૂર્ણપણે કે આંશિક રીતે કરવાની યોજના બનાવી છે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) આઈસીઆઈસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચએસબીસી સીક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.

કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારક બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે, જેઓ બિડ/ઓફર ખુલવાની તારીખ અગાઉ કામકાજ ચાલુ હોય એવા એક દિવસ  એટલે કે 06 ઓગસ્ટ, 2021ને શુક્રવારે સહભાગી થઈ શકશે. ઓફર સુધારા મુજબ સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સના નિયમ 19(2)(બી)ને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે.

Jayakumar-Krishnaswamy-MD-

સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે રજૂ થયેલી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવણી માટે, મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને ફાળવણી માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અહીં ઉપયોગ થયેલા અને સ્પષ્ટ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ મુંબઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્ર (“આરઓસી”)માં 30 જુલાઈ, 2021ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”)માં પરિભાષિત અર્થ મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.