Western Times News

Gujarati News

કારટ્રેડ ટેક લિમિટેડનો IPO 9 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે

·         પ્રાઇસ બેન્ડ – ઇક્વિટી શેરદીઠ RS. 1,585થી RS. 1,618, ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ RS. 10 (“ઇક્વિટી શેર્સ”)

·         ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 158.5 ગણી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 161.8 ગણી છે

·         કંપનીનું નેતૃત્વ શ્રી વિનય વિનોદ સાંધી કરે છે, જેઓ ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છે

અમદાવાદ, કારવાલે, કારટ્રેડ, શ્રીરામ ઓટોમોલ, બાઇકવાલે, કારટ્રેડ એક્સચેન્જ, એડ્રોઇટ ઓટો અને ઓટો બિઝ જેવી પોતાની કેટલીક ઇન્ટિગ્રેટેડ બ્રાન્ડ્સ મારફતે મલ્ટિ-ચેનલ ઓટો પ્લેટફોર્મ કારટ્રેડ ટેકના ઇક્વિટી શેરનો આઈપીઓ (“ઓફર”) 09 ઓગસ્ટ, 2021, સોમવારે ખુલશે અને 11 ઓગસ્ટ, 2021, બુધવારે બંધ થશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 1,585થી RS. 1,618 નક્કી કરી છે.

ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 18,532,216 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”) સામેલ છે. વિક્રેતા શેરધારકોમાં સીએમડીબી II, હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, મેક્રિટચી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, સ્પ્રિંગફિલ્ડ વેન્ચર ઇન્ટરનેશનલ, બિના વિનોદ સાંધી (વિનય વિનોદ સાંધી સાથે સંયુક્તપણે), ડેનિયલ એડવર્ડ નીયરી, શ્રી ક્રિષ્ના ટ્રસ્ટ, વિક્ટર એન્થોની પેરી III, વિનય વિનોદ સાંધી (સીના વિનય સાંધી સાથે સંયુક્તપણે) સામેલ છે. કંપનીને ઓફરમાંથી કોઈ પણ પ્રકારનું ભંડોળ નહીં મળે.

કંપની, મુખ્ય શેરધારકો અને રોકાણકાર વિક્રેતા શેરધારકો ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે, જેઓ બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે 06 ઓગસ્ટ, 2021, શુક્રવાર અગાઉના દિવસે સહભાગી થઈ શકશે.

Vinay-Sanghi-CMD

ઓફર સુધારા મુજબ સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ની શરતોને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે. ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ થઈ છે, જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ 50 ટાક હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, ચોખ્ખી ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખી ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કાર ટ્રેડ એક મલ્ટિ-ચેનલ ઓટો પ્લેટફોર્મ છે, જે તમામ પ્રકારના વાહનો અને મૂલ્ય-સંવર્ધિત સેવાઓને આવરી લે છે. કંપનીનું પ્લેટફોર્મ કેટલીક બ્રાન્ડ ધરાવે છેઃ કારવાલે, કારટ્રેડ, શ્રીરામ ઓટોમોલ, બાઇકવાલે, કારટ્રેડ એક્સચેન્જ, એડ્રોઇટ ઓટો અને ઓટોબિઝ. આ પ્લેટફોર્મ્સ મારફતે કારટ્રેડ ટેક નવા અને વપરાશ થયેલા ઓટોમોબાઇલના ગ્રાહકો, વાહનોની ડિલરશિપ, વાહનોની ઓઈએમ અને અન્ય વ્યવસાયોને સરળ અને અસરકારક રીતે તેમના વાહનોની ખરીદી અને વેચાણ કરવાની સુવિધા આપે છે.

કંપનીના કન્ઝ્યુમર પ્લેટફોર્મ્સ એટલે કે કારવાલે, કારટ્રેડ અને બાઇકવાલે દર મહિને સંયુક્તપણે 3.2 કરોડ સરેરાશ યુનિક મુલાકાતીઓ મેળવે છે (31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા 3 મહિનાના ગાળા દરમિયાન) તથા શ્રીરામ ઓટોમોલ અને અન્ય ઓક્શન પ્લેટફોર્મ્સે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન હરાજી માટે 8,14,316 વાહનોનું લિસ્ટિંગ કર્યું હતું.

કારટ્રેડ ટેક નાણાકીય વર્ષ 2020-21માં એકમાત્ર નફાકારક ડિજિટલ ઓટો પ્લેટફોર્મ હતું (સ્તોત્રઃ રેડસીયર રિપોર્ટ). કારટ્રેડ ટેક નાણાકીય વર્ષ 2019-20થી નફો કરે છે.

કંપની હરાજીમાંથી તથા ઓઈએમ/ડિલર્સ/બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને રિમાર્કેટિંગ સેવાઓ, ઓનલાઇન એડવર્ટાઇઝિંગ સોલ્યુશન્સ, લીડ જનરેશન, ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડીને તથા ચકાસણી અને મૂલ્યાંકન સેવાઓમાંથી કમિશન અને ફીમાંથી આવક કરે છે.

કંપનીનું નેતૃત્વ શ્રી વિનય વિનોદ સાંધી કરે છે, જેઓ ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છે. મુખ્ય મેનેજમેન્ટ અધિકારીઓમાં સામેલ છેઃ અનીશા મેનન – એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, બનવારી લાલ શર્મા – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર – કન્ઝ્યુમર બિઝનેસ, સમીર મલ્હોત્રા – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શ્રીરામ ઓટોમોલ, અક્ષય શંકર – ચીફ પ્રોડક્ટ ઓફિસર – ગ્રૂપ અને વિક્રમ આલ્વા – ચીફ સ્ટ્રેટેજી ઓફિસર – ગ્રૂપ. એને વોરબર્ગ પિન્કસ, ટેમાસેક, જેપી મોર્ગન અને માર્ચ કેપિટલ સહિત ટોચના સંસ્થાગત શેરધારકોનું પીઠબળ છે.

ઓફરના બીઆરએલએમ છે – એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ.

અહીં ઉપયોગ થયેલા અને સ્પષ્ટ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ કંપનીએ મુંબઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્ર (“આરઓસી”) સમક્ષ 28 જુલાઈ, 2021ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“આરએચપી”)માં ઉલ્લેખિત અર્થ મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.