Western Times News

Gujarati News

બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમ ત્રિમાસિકગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યાં

બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2021-22ના (Bank of India FY2021-22 Q1 Results) પ્રથમ ત્રિમાસિકગાળા માટેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 720 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 844 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે ચોખ્ખો નફો રૂ. 250 કરોડથી 188 ટકા વધ્યો હતો.

નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર્યકારી નફો રૂ. 2,806 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 2,845 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે એ 34 ટકા વધીને રૂ. 2,094 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજની ચોખ્ખી આવક (એનઆઇઆઇ) રૂ. 3,145 કરોડ હતી,

જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 3,481 કરોડ હતી. ત્રિમાસિક ગાળામાં એ 7 ટકા વધીને રૂ. 2,936 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજસિવાયની આવક વાર્ષિક ધોરણે 39 ટકા વધીને રૂ. 2,377 કરોડ થઈ હતી,

જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,707 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે એ 16 ટકા વધીને રૂ. 2,053 કરોડ થઈ હતી. જૂન, 2021માં આંતરરાષ્ટ્રીય વ્યવસાય વાર્ષિક ધોરણે 2.71 ટકા વધીને રૂ. 10,38,083 કરોડ થયો હતો. ગ્લોબલ એડવાન્સ રૂ. 4,14,697 કરોડ હતી. જૂન, 2021માં સ્થાનિક એડવાન્સ વાર્ષિક ધોરણે 1.65 ટકા વધીને રૂ. 3,65,653 કરોડ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.