ફાયરિંગ કરી વૃદ્ધના લમણે રિવોલ્વર મૂકી ધમકી આપી
જૂનાગઢ: વંથલીના ગાઠીલા નજીક આવેલી ઓઝત નદીમાં બે રાઉન્ડ ફાયરીંગની ઘટના સામે આવી છે. ફાયરીંગ કરીને નદીનાં પટ પર બાજુમા ઢોર ચરાવતા વૃદ્ધની નજીક આવી યુવાને તેના લમણા પર રીવોલ્વર મૂકી ધમકી આપતા કહ્યું હતું કે, નદીમાં ચાલતી તમામ લીઝ બંધ કરી દો નહીં તો જાેવા જેવી થશે. જે બાદ ઢોર ચરાવતા વૃદ્ધ યુવાન વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે હાલ તેની અટકાયત કરી છે અને તેની પાસેનું હથિયાર જપ્ત કર્યું છે. આ અંગે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગેનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વંથલીના ગાઠીલા નજીક આવેલી ઓઝત નદીમાં બે રાઉન્ડ ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. ફાયરિંગ કરનાર યુવાને નદીનાં પટ પર ઢોર ચરાવતા વૃદ્ધના લમણા પર રિવોલ્વર મૂકીને ધમકી આપીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જે બાદ તેને ધમકાવતા જણાવ્યું હતું કે, ‘નદીમાં ચાલતી તમામ લીઝ બંધ કરી દો. મારી પાસે પરવાનાવાળી રીવોલ્વર છે. લીઝ બંધ નહી કરો તો જાેવા જેવી થશે. આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવાન એક ઢોર ચરાવતા વૃદ્ધ સામે બે રાઉન્ડ ફાયરિંગ કરતો દેખાય છે. આ વીડિયો ઉતારનાર લોકોનું માનીએ તો આ યુવાન દારૂનાં નશામાં હોય તેમ પણ લાગી રહ્યું હતુ.
પોલીસે હાલ વીડિયોમાં દેખાતા યુવાનની અટકાયત કરીને હથીયાર કબજે કર્યુ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ફાયરીંગ કરનાર મૂળ જૂનાગઢ જીલ્લાનો અને હાલ રાજકોટમાં હોય તેવું જાણવા મળ્યું છે. આ યુવાન મોટા ઉદ્યોગપતિ પણ હોવાની પણ માહિતી સામે આવી છે. આ મામલે હાલ પોલીસે યુવાનની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.