શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂરના પિતા અને સાવકી બહેનો સાથે સંબંધો સુધર્યા
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર તેની સાવકી બહેનો જાન્હવી કપૂર અને ખુશી કપૂર સાથે સંબંધો સારા ન હતા, પરંતુ શ્રીદેવીના મૃત્યુ બાદ અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા હંમેશા તેમની નાની બહેનો સાથે ઉભા જાેવા મળે છે. આખો પરિવાર ઘણીવાર સાથે જાેવા મળે છે.
હવે અર્જુને કહ્યું કે પિતા બોની કપૂર સાથેના તેમના સંબંધો સુધર્યા છે. જેનો શ્રેય તેણે પોતાની બહેનોને આપ્યો છે. હાલમાં અર્જુન કપૂર અને જાન્હવી કપૂર એક મેગેઝિનના કવર ફોટોનો ભાગ બન્યા છે. બઝાર મેગેઝિન માટે બંનેએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં બંનેએ તેમના પરિવાર સાથેના સંબંધો વિશે વાત કરી છે.
અર્જુન કપૂરે જણાવ્યું કે બોની કપૂર સાથેના તેના સંબંધો સુધર્યા છે જેની પાછળનું કારણ તેની સાવકી બહેનો જાન્હવી કપૂર અને ખુશી કપૂર છે. અર્જુને કહ્યું કે જાન્હવી અને ખુશીને કારણે તે તેના પિતાનું બીજું રૂપ જાેઈ શક્યો અને તેમને વધુ પ્રેમ કરવા લાગ્યો. અર્જુને વધુમાં કહ્યું કે હું મારા પિતા સાથે ઘણાં વર્ષો રહ્યો છું.
મને કહેવામાં આવે છે કે હું મારા પિતા જેવો છું પણ હું એવો દેખાતો નથી. જાન્હવી અને ખુશીને મળ્યા પછી અવરોધ હટાવ્યા બાદ હવે તેમની સાથે વધુ સારા સંબંધો બની ગયા છે. અમે રૂબરૂ બેસીને ઘણી બાબતો સ્પષ્ટ કરી. હું એ બંનેને કારણે મારા પિતાને વધારે પ્રેમ કરું છું.
જાે જાન્હવી અને ખુશી સાથે આ ઈક્વેશન શેર ન કરતો, તો મને મારા પિતા સાથે ફરીથી કનેક્ટેડ ફીલ ન કરી શકતો. આ ઈન્ટરવ્યૂમાં અર્જુન સાથે જાન્હવી પણ હાજર હતી. તેણે કહ્યું કે જ્યારે અર્જુન અને અંશુલા તેમની સાથે હોય ત્યારે તેમને સુરક્ષિત લાગે છે. એવું નથી કે અમે રોજ એકબીજાના ઘરે જઈએ છીએ અને એકબીજા વિશે બધું જ જાણીએ છીએ. પરંતુ અર્જુન ભૈયા સાથે હું સુરક્ષિત અનુભવું છું અને અંશુલા દીદી સાથે હું કમ્ફર્ટેબલ ફીલ કરું છું.
જાન્હવીએ વધુમાં કહ્યું કે કોઈ પણ સંબંધ રાતોરાત સુધરતો નથી. તેને મજબૂત બનાવવા માટે તમારે તેના પર કામ કરવું પડે છે. અમે શરૂઆતના થોડા મહિનાઓમાં પ્સાન બનાવ્યા પરંતુ હવે અમે દર બીજા ત્રીજા અઠવાડિયે ફેમિલી ડિનર માટે મળીએ છીએ. એવું નથી કે આપણે એકબીજાને મળવાના પ્રયત્નો કરવા પડે. અમને પરિવારને મળવું ગમે છે, તેથી જ અમે આવું કરીએ છીએ.