Western Times News

Gujarati News

લગ્નમાં આકાશી વીજળી પડતાં ૧૭ લોકોનાં મોત

Files Photo

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં એક લગ્ન સમારોહમાં આકાશીય વીજળી પડતા હાહાકાર મચી ગયો હતો. વીજળીએ એવો કહેર વર્તાવ્યો કે પલભરમાં ખુશીનો આ અવરસ માતમમાં ફેરવાયો હતો. આ દર્દનાક ઘટનામાં ૧૭ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાંગ્લાદેશના ચપૈનવાબગંજ જિલ્લાના શિવગંજની છે. અહીં નદીમાં તરતી બોટમાં એક વ્યક્તિના લગ્નની પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં સેંકડો લોકો આવેલા હતા અને હસી ખુશીનો માહોલ છવાયેલો હતો અને લોકો એન્જાેય કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન મોસમ ખરાબ થાય છે અને વરસાદ થવા લાગે છે

વરસાદથી બચવા માટે લોકો સહારો લેવા માટે લોકો બોટને છોડીને નદી કિનારે જવા લાગ્યા હતા. આ વચ્ચે તમામ કૂદરતી આફતનો શિકાર બની ગયા હતા. વરસાદ વચ્ચે આકાશીય વીજળી પડવાથી અનેક લોકો આની ચપેટમાં આવી ગયા હતા. ક્ષણવારમાં જ ૧૭ લોકોના દર્દનાક મોત થયા હતા. અને આકાશીય વીજળીના કારણે દાઝી જવાથી અનેક લોકોની હાલત ગંભીર હતી. થોડીક જ સેકન્ડમાં આકાશી વીજળીએ બધું બર્બાદ કરી દીધું હતું. દુર્ઘટનામાં દુલ્હો પણ ઘાયલ થયો હતો. સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો વાવાઝોડા અને વરસાદથી બચવા માટે બોટને છોડીને કિનારા ઉપર આવ્યા હતા

ત્યારે વીજળી પડી હતી. જે સમયે દુર્ઘટના ઘટી ત્યારે લગ્નની પાર્ટીમાં દુલ્હન હાજર ન્હોતી. જાેકે, આ સમયે વીજળી પડવાથી ૧૭ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વીજળી પડવાથી સેંકડો લોકોના મોત નીપજે છે. આ વર્ષે ભારે ચોમાસું વાવાઝોડાએ દસ્તક દીધી છે. ગત વર્ષે કોક્સ વજારમાં દક્ષિણપૂર્વી જિલ્લામાં એક સપ્તાહ મૂસળધાર વરસાદ પડ્યો હતો જેમાં આશરે ૨૦ લોકોના મોત નીપજ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.