અનન્યા પાંડેની નવી તસવીરોએ ઈન્ટરનેટ ઉપર આગ લવાવી
મુંબઈ: અનન્યા પાંડે ફેન્સને પોતાની બ્યૂટી અને સ્ટાઈલથી ઈમ્પ્રેસ કરવાની એક પણ તક જવા દેતી નથી. તાજેતરમાં જ તેણે એક સ્ટનિંગ ફોટશૂટ માટે જબરદસ્ત પોઝ આપ્યા હતા. અનન્યા પાંડેની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સ્લીવલેસ બ્લેક ક્રોપ ટોપ અને સ્કર્ટમાં અનન્યા પાંડે ખૂબ જ હોટ નજરે પડી રહી છે.
તેના કર્લી વાળ અને આંખો તેના ગોરજસ લૂકને કમ્પલીટ કરી રહ્યાં છે. તસવીરોમાં તે અલગ અલગ પોઝ આપતી નજરે પડી રહી છે. તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. જ્યાં તેનું જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તે મોટાભાગે અહીં પોતાના પિક્ચર્સ અને વિડીયો શેર કરતી હોય છે, જે લોકો માટે કોઈ ટ્રીટથી ઓછા નથી હોતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. એ પછી તે પતિ પત્ની ઔર વો અને ખાલી પીલી જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. હવે તે શકુન બત્રાની ફિલ્મમાં જાેવા મળશે. આ સિવાય તે વિજય દેવરકોંડાની સાથે લાઈઝરમાં પણ નજરે પડશે.