ઈન્ડિયન આઈડલનો ફિનાલે એપિસોડ ૧૨ કલાકનો રહેશે
મુંબઈ: ૧૫મી ઓગસ્ટે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નું ગ્રાન્ડ ફિનાલે છે અને મેકર્સ ઘણા સમયથી તૈયારીઓમાં લાગેલા છે. જાે કે, કોરોના મહામારીના કારણે ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલે પર પાણી ફરી ગયું છે. મેકર્સે ફિનાલેને જે રીતે શાનદાર અને આલિશાન બનાવવાના સપના જાેયા હતા, તેવી રીતે હવે થઈ શકશે નહીં. જાે કે, તેમ છતાં તેને યાદગાર અને સૌથી સ્પેશિયલ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ વિશે ઈન્ડિયન આઈડલ ૧૨ના ડિરેક્ટર નીરજ શર્માએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, આ વખતે આખી ટીમ ઈતિહાસ રચવા માટેની તૈયારી કરી રહી છે. ફિનાલે માટે મેકર્સે મોટી જાહેરાત કરી છે.
નીરજ શર્માએ કહ્યું કે, જાે મહામારી ના હોત તો ઈન્ડિયન આઈડલનું ફિનાલે એક મોટા સ્ટેડિયમમાં કરવાની યોજના હતી. શોની ૧૨મી સીઝનને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે ત્યારે આ વખતે તેમણે કંઈક ખાસ કરવા વિશે વિચાર્યું છે અને તેથી જ ફિનાલે ૧૨ કલાકનો હશે. નીરજ શર્માએ જણાવ્યું કે, ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલે માટે કેટલાક સ્પેશિયલ પર્ફોર્મન્સ પહેલાથી જ શૂટ કરી લેવામાં આવશે. ૧૨ કલાકના એપિસોડ માટેનો થોડો ભાગ પહેલાથી જ રેકોર્ડ કરી લેવામાં આવશે. તો વિનરની જાહેરાત અડધી રાતે કરવામાં આવશે, ફિનાલેમાં ઘણી બધી સરપ્રાઈઝ અને મહેમાનો હશે.
ફિનાલેનો એપિસોડ ૧૫ ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી ટેલિકાસ્ટ કરવામાં આવશે. વેબ પોર્ટલ બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, આ વખતે સાયલી કાંબલે એલિમિનેટ થશે અને તે બાદ શોને ટોપ-૫ કન્ટેસ્ટન્ટ્સ મળશે. આ કન્ટેસ્ટન્ટ્સ હશે પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ તારો, મહોમ્મદ દાનિશ અને શન્મુખપ્રિયા. જાે કે, આ અંગે ચેનલ તરફથી કોઈ માહિતી સામે આવી નથી. ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલનારી સીઝન કરી રહી છે. આ સીઝને ઘણા ઉતાર-ચડાવ જાેયા છે. શોના જજ રહી ચૂકેલા સિંગર્સના આરોપોથી લઈને કન્ટેસ્ટન્ટ્સના ટ્રોલ થવા સુધી. દરેક અઠવાડિયે કોઈને કોઈ બાબતથી શો લાઈમલાઈટમાં રહ્યો છે.