વડોદરામાં પોલીસકર્મીના પુત્રના આપઘાતથી સનસનાટી
વડોદરા: શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્ર નિરજ પવારનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે આપઘાત કરવા નીકળેલો ૨૩ વર્ષનો યુવાન ‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું, મારી મમ્મીને સાચવજાે’ તેવી ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તેને ઉંડેરા ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી લીધી હતી. જાેકે, મંગળવારે આખો દિવસ શોધખોળ કરતા રાત સુધી પણ યુવાન મળ્યો નહોતો. ત્યારબાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જે બાદ પોલીસ પરિવારમાં જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે. વડોદરા શહેરના પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારને જાણ થતાં તેઓ તરત જ તળાવ પર પહોંચી ગયા હતા.
ટી.પી. ૧૩ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરાતા તેમની ટીમ પણ તરત જ ત્યાં પહોંચી ગઇ હતી. જે બાદ તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને તપાસમાં તળાવના કિનારેથી તળાવમાં લાપતા થયેલા યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યાં હતા. રાત સુધી યુવાનનો કોઇ પત્તો મળ્યો નહોતો. જાેકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નિરજ માનસીક રીતે તણાવ હેઠળ હોવાનું તેના પરીવારજનોએ પોલીસ સમક્ષ જાહેર કર્યુ છે. ફાયરબ્રિગેડ દ્વારા જાણવા મળ્યા મુજબ, પોલીસ દ્વારા દિવાળીપુરા સીસીટીવીની તપાસ કરતાં નિરજ દિવાળીપુરા સર્કલ સુધી જતાં દેખાય છે
પરંતુ આગળના સીસીટીવીમાં દેખાતો નથી. તે પોતાની સાથે એટીએમ કાર્ડ પણ લઈ ગયો હતો. હાલ આ આપઘાત પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. શહેર નજીક ઉંડેરા, ગાયત્રી સોસાયટીમાં રહેતાં લક્ષ્મીનારાયણભાઈ પવાર અત્રેના પ્રતાપ નગર લાલબાગ રોડ ખાતેના પોલીસ તંત્રના એમ.ટી. સેકશનમાં નોકરી કરે છે. તેમના ૨૩ વર્ષના પુત્ર નિરજે આઈ.ટી.આઈ. કર્યુ હતુ. જે પછી એપ્રેન્ટીસનો પ્રોસીજર કર્યો હતો. થોડાક સમય પૂર્વે તેને એક કંપનીમાં નોકરી મળવાની હતી. પરંતુ કામ આગળ વધ્યુ નહતુ.