અભિનેતા સૈફ અલી તૈમૂરને આઈસ્ક્રીમ ખવડાવા લઈ ગયો
મુંબઈ: કરીના કપૂર ખાન બીજી ડિલિવરી બાદ થોડા જ દિવસોમાં સેટ પર પાછી ફરી હતી. અમુક શો અને એડ માટે શૂટિંગ કર્યા બાદ કરીના ફરીથી સેટ પર પરત આવી છે. કરીના મુંબઈમાં એક લોકેશન પર શૂટિંગ કરતી જાેવા મળી હતી. કરીના શૂટિંગમાં બિઝી હતી ત્યારે પતિ સૈફ અલી ખાન ‘ડેડી ડ્યૂટી’ નિભાવી રહ્યો હતો. સૈફ અલી ખાન મોટા દીકરા તૈમૂરને ફરવા લઈ ગયો હતો અને બાપ-દીકરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પહેલા કરીનાની વાત કરીએ તો, એક્ટ્રેસ સેટ પર લાલ રંગના ઓફ-શોલ્ડર આઉટફિટમાં જાેવા મળી હતી. રેડ લિપસ્ટિક અને ખુલ્લા વાળ બેબોના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. બે બાળકોની મા કરીનાને આ લૂકમાં જાેઈને ફેન્સના દિલ ચોક્કસ ધબકારો ચૂકી ગયા હશે!
ફિટનેસ પ્રત્યે સભાન રહેતી કરીના બીજી પ્રેગ્નેન્સી બાદ ફરીથી શેપમાં આવવા માટે ખૂબ પરસેવો વહાવી રહી છે. બીજી તરફ કરીના શૂટિંગમાં છે ત્યારે સૈફ અલી ખાન તૈમૂરને લઈને આંટો મારવા નીકળ્યો હતો. તૈમૂર અને સૈફ એક બેકરી શોપની બહાર જાેવા મળ્યા હતા. નાનકડા તૈમૂરના હાથમાં વેફર કોન જાેવા મળી રહ્યો છે ત્યારે પપ્પા તેને આઈસ્ક્રીમ ખવડાવા લઈને આવ્યા હતા તેવું લાગી રહ્યું છે. સૈફની સાથે તૈમૂરનું ધ્યાન રાખવા માટે તેની આયા પણ હતી. દીકરા સાથે ઘરની બહાર નીકળેલો સૈફ પીચ રંગની ટી-શર્ટ અને વ્હાઈટ પાયજામામાં જાેવા મળ્યો હતો. ફોટોગ્રાફર્સનો ફેવરિટ સ્ટારકિડ તૈમૂર બ્લૂ ટીશર્ટ અને ગ્ર રંગના ટ્રાઉર્સમાં જાેવા મળ્યો હતો.
કોરોનાને ધ્યાનમાં રાખીને બંનેએ માસ્ક પણ પહેર્યા હતા. તૈમૂર અને સૈફની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ફેન્સ તૈમૂરના ક્યૂટ અંદાજ પર વારી ગયા છે. સૈફ-કરીનાનો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ મીડિયાના ફોટોગ્રાફર્સનો ફેવરિટ છે. તૈમૂર ઘરની બહાર પગ મૂકે ત્યારે ફોટોગ્રાફર્સ તેને કેમેરામાં કેદ કરવા તત્પર રહે છે. થોડા દિવસ પહેલા જ તૈમૂર પપ્પા અને ફોઈની દીકરી ઈનાયા સાથે જાેવા મળ્યો હતો. એ વખતે તેણે ફોટોગ્રાફર્સને પૂછ્યું હતું, ‘શું હું જઈ શકું છું?’ ઘણીવાર તૈમૂર ફોટોગ્રાફર્સથી અકળાતો અને તેમને ફોટો લેવાની ના પાડતો જાેવા મળ્યો છે. ત્યારે તેના દરેક વિડીયોની જેમ આ વિડીયો પણ ઘણો જ વાયરલ થયો હતો.