Western Times News

Gujarati News

ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માતથી આગ ભભૂકતા નાસભાગ

રાજકોટ: રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આગજનીનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસ સ્ટેશનની નજીક આવેલા સાત હનુમાન પાસે આગજનીનો બનાવ બન્યો છે. જ્યાં ઈંધણ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થતાં આગ ભભૂકી હતી. બનાવને પગલે હાઇવે પર થોડા સમય સુધી ટ્રાફિક પણ બાધિત થયો હતો. આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોને ટોળાં પણ એકઠા થઈ ગયા હતા. જાેતજાેતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય

તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. આગજનીનો બનાવ સામે આવતા લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ પોલીસ તરફથી ટોળાને વિખેરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગ બૂઝાઇ જતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાબેતા મુજબ વાહનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલક છગનભાઈ મકવાણા નામના વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હાલ રાણાવાવના છગનભાઈ મકવાણાની રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બીજી તરફ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા બનાવ સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં મેટોડા જીઆઇડીસી પાસે એસટી બસ અને હોન્ડા કંપનીની ટ્ઠદ્બટ્ઠડી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળ પર ત્રણ જેટલા ભાવિ તબીબોનાં મોત નીપજયાં હતાં. જ્યારે કે એક મહિલા ભાવિ તબીબનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ એક જ અકસ્માતના બનાવમાં ચાર જેટલા લોકોના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.