Western Times News

Gujarati News

નવાનાના ગામેથી જ્યોતિ સ્કૂલ ખેડબ્રહ્મા બસ શરૂ થતા પંથકમાં આનંદ છવાયો

ખેડબ્રહ્મા તાલુકાના નવાનાના ગામ થી જ્યોતિ હાઇસ્કુલ  ખેડબ્રહ્મા એસટી બસ ચાલુ થતા તે પંથકના ગામડાઓમાં આનંદની લાગણી છવાઇ છે.

ખેડબ્રહ્મા તાલુકાના ૧૦ કિમી દૂર આવેલ  નવાનાના, વાલરણ અને પરોયા જેવા ગામો ના બાળકોને ખેડબ્રહ્મા અભ્યાસ અર્થે આવવા માટે બસની કોઈ સુવિધા ન હોઈ બાળકો તથા વાલીઓ રોજ મુશ્કેલીમાં હતા ત્યારે જ્યોતી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય  શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે  એસટી ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગરને વિનંતી કરતા તેમણે બાળકોના હિતમાં નિર્ણય લઈ તાત્કાલિક નવાનાના ગામેથી ખેડબ્રહ્મા જ્યોતી હાઉસ્કૂલ સુધી બસ ચાલુ થતા આજરોજ તારીખ 6-8-21 ના રોજ નવાનાના ગામે સવારે 9:30 કલાકે આવતા ગામલોકો માં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતુ તથા ઉમળકાભેર તેમણે બસનું સ્વાગત કરી બાળકોને કુમકુમ તિલક કરી બસમાં બેસાડયા હતા અને આ બસ સ્કૂલ માં આવતા આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ તથા સ્ટાફના સર્વેએ બસને કુમકુમ તિલક કરી વધાવી હતી અને ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.