Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે પણ કોઈ ફેરફાર નહી

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ કોઈ ફેરફાર નથી કર્યો. આજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. બીજી તરફ, મુંબઈમાં પેટ્રોલ ૧૦૭.૮૩ રૂપિયા અને ડીઝલ ૯૭.૪૫ રૂપિયા પ્રતિ લીટર પર છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. પેટ્રોલનો ભાવ લોકોને પરેશાન કરી રહ્યો છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે. નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો હતો. ૪૨ દિવસમાં પેટ્રોલ લગભગ ૧૧.૫૨ રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જાેવા મળ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.