ટીંટારણથી ખોખરા ગામને જાેડતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/0608-Bhiloda-2-1024x683.jpg)
(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) વિજયનગર તાલુકાના ટીંટારણ થી ખોખરા ગામને જાેડતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ચોમાસા દરમ્યાન ઠેર-ઠેર ધોરીમાર્ગોની સ્થિતી બિસ્માર હોય વાહન ચાલકો ભારે મુંઝવણમાં મુંકાઈ રહ્યા છે.
ઉચ્ચ કક્ષાના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢ્યા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ટીંટારણ થી ખોખરા ગામ સુધીનો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં ફેરવાતા ઠેર-ઠેર મસમોટા ગાબડાં હોવાના કારણે વાહન ચાલકોને વારંવાર મેઈન્ટન્સ પાછળ વ્યાપક ખર્ચા ભોગવવા પડતા હોય ત્યારે એક તરફ મંદીના માહોલ વચ્ચે વાહન ચાલકોની આર્થિક કમર દિન-પ્રતિ-દિન તુટતી જાય છે.
ટીંટારણ થી ખોખરા ગામને જાેડતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે રજુઆતો કરવા છતાં વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ કેમ આળસ ખંખેરતા નથી ? વાહન ચાલકો અને મુસાફરોને રોજીંદી અવર-જવર કરવામાં ભ્રષ્ટાચારી બાબુઓના પાપે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ટીંટારણ થી ખોખરા ગામ સુધીના બિસ્માર ધોરીમાર્ગનું સત્વરે વ્યવસ્થિત રીતે સમારકામ હાથ ધરાય તેવી સર્વત્ર લોકમાંગણી છે. ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા ધોરીમાર્ગો પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે પરંતુ વ્યાપક ભ્રષ્ટાચાર હોવાના કારણે અનેક ધોરીમાર્ગો ખુબ જ ટુંકા ગાળામાં બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા હોય છે.