ડિરેક્ટર સાથે સૂઈ નહીં એટલે બોલિવૂડમાં કામ ગુમાવ્યું
મુંબઈ: બોલિવૂડ ફિલ્મ રોકસ્ટારથી એક્ટિંગમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ નરગિસ ફખરી લાંબા સમયથી ફિલ્મોની દુનિયામાંથી ગાયબ છે. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં નરગિસ ફખરીએ જણાવ્યું કે તેને પ્રખ્યાત થવાની ભૂખ નથી. તે કામ માટે કેટલીક વસ્તુઓ કરી શકે તેમ નથી જેમ કે નગ્ન પોઝ આપવો અથવા તો પછી ડિરેક્ટર સાથે સૂઈ જઉં. મેં ઘણું કામ ગુમાવ્યું છે કારણકે કેટલીક એવી વસ્તુઓ હતી કે જેના માટે મેં ના પડી હતી.
નરગિસ ફખરીએ કહ્યું કે તેના માટે નૈતિકતા અને મૂલ્યોથી વધારે કશું નથી. હું મારા પ્રત્યે ઈમાનદાર છું. હું બોલિવૂડમાં આવી કારણકે કોઈ સેક્સ સીન્સ નહોતા. મૉડલિંગમાં તેને ઘણીવખત ટૉપલેસ શોટ્સ અથવા એડમાં સુપર નેકેડ થવા માટે જણાવાતું હતું. મૉડલિંગના દિવસોમાં એક એડલ્ટ મેગેઝિનની કૉલેજ એડિશન હતી. તેના એજન્ટે જણાવ્યું હતું કે છોકરીઓની જરૂર છે અને શું તે આવું કશું કરવા માગશે? મેગેઝિન મોટું હતું અને પૈસા પણ વધારે મળી રહ્યા હતા
તેમ છતાં મેં ના પાડી દીધી. હાલમાં જ એવા ન્યૂઝ આવ્યા હતા કે નરગિસ ફખરી ઈટાલીમાં બોયફ્રેન્ડ સાથે વેકેશન માણી રહી છે. એક્ટ્રેસ નરગિસ ફખરી અને તેનો બોયફ્રેન્ડ હાલમાં જ ઈટાલી ટ્રિપ પર ગયા હતા. ત્યાં નરગિસ ફખરીએ ખૂબ એન્જાેય કર્યું હતું. નરગિસ ફખરીએ પોતાના અને બોયફ્રેન્ડ સાથેના કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.
નરગિસ ફખરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેમાં તે બોયફ્રેન્ડની સાથે કેપ્રી આઈલેન્ડ પર જાેવા મળી હતી. નરગિસ ફખરીએ આ સાથે કેપ્શન લખી હતી કે ‘ભોજન મારી પસંદગીની ભાષા છે. મારું ડીએનએ કહે છે કે હું ૩.૫ ટકા ઈટાલિયન છું. નરગિસ ફખરીની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં રોકસ્ટાર, મદ્રાસ કાફે, મેં તેરા હીરો, હાઉસફુલ ૩, બાંજાે, તોડબાઝ વગેરેનો સમાવેશ થાય છે.