Western Times News

Gujarati News

ચાલૂ મેચમાં ઈન્ડિયન્સ વિરોધી નારા લગાવ્યા, શમી અને કોહલી પર વંશીય ટિપ્પણી કરી

નવીદિલ્હી: ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સનો શરમજનક વ્યવહાર સામે આવ્યો છે. તેમણે ભારતીય સમર્થકોને ડેલ્ટા વેરિયન્ટ કહી, દેશ છોડવા સતત ટકોર કરી હતી. એટલું જ નહીં ઇંગ્લિશ ફેન્સે વિરાટ સહિત મોહમ્મદ શમી અંગે પણ વંશીય ટિપ્પણી કરી શરમજનક વાતાવરણ ઊભું કર્યું હતું. જાેકે આ વિવાદિત ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઈ જતા બંને ટીમના સમર્થકો નિરાશ થયા હતા.

૩૧ વર્ષીય બ્રિટિશ ઈન્ડિયન સમર્થકે સ્ટેડિયમના વાતાવરણ અને વંશીય ટિપ્પણીઓ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. એણે રેડ્ડિટ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સ સતત ઈન્ડિયન સમર્થકો અને ખેલાડીઓ સામે વંશીય ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા મહિલાને ઇંગ્લિશ સમર્થકોએ ઘેરી લીધી અને એના પરિવાર સામે વંશીય ટિપ્પણી અને અપશબ્દોનો પ્રયોગ કરી હેરાન કરવા લાગ્યા હતા.એટલું જ નહીં એક ઇંગ્લિશ સમર્થકે તો મહિલા અને એના પરિવારને ભારત પાછા જતા રહેવા પણ ટકોર કરી હતી. જાેકે સ્ટેડિયમના અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે મહિલાની સહાયત કરવા આગળ આવ્યા હતા.

સ્ટેડિયમમાં ચાલતી સતત વંશીય ટિપ્પણીના પરિણામે અધિકારીઓએ મહિલાને હેરાન કરતા ફેન્સ પર કાર્યવાહી કરી હતી. તેમણે કેટલાક ઇંગ્લિશ ફેન્સને સ્ટેડિયમ બહાર તગેડી મૂક્યા હતા. અધિકારીઓનાં કડક વલણ દાખવ્યા પછી પણ કંઈ સુધારો ન આવતા એમણે આ મહિલાને બીજા સ્ટેન્ડ્‌સમાં ખસેડવા ર્નિણય લીધો હતો.

અધિકારીએ મહિલાને ઈન્ડિયન સમર્થકોના સ્ટેન્ડ્‌સમાં બેસાડી દીધી હતી. તેમછતા કેટલાક ઇંગ્લિશ ફેન્સે ત્યાં પણ એને હેરાન કરવાનું ચાલૂ રાખ્યું હતું. તેઓ ઈન્ડિયન્સને ડેલ્ટા વેરિયન્ટ કહીને બોલાવતા હતા. જાેકે હજુ સુધી મહિલાએ આ અંગે કોઇપણ પ્રકારની સત્તાવાર કાયદાકીય કાર્યવાહી કરી નથી.

સ્ટેડિયમમાં મેચ જાેવા આવેલા વધુ એક સમર્થકે જણાવ્યું હતું કે મોહમ્મદ શમી જ્યારે બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરતો હતો ત્યારે ઇંગ્લિશ સમર્થકો સતત એને પજવતા રહ્યા. તેઓ શમીને અપશબ્દો કહેતા રહ્યા. એટલુંજ નહીં એમણે વિરાટ કોહલી પર પણ કટાક્ષ કર્યો હતો. સ્ટેડિયમમાં જ્યારે કોહલીએ રિવ્યૂ ગુમાવ્યા હતા ત્યારે ઇંગ્લિશ ફેન્સે એને ટ્રોલ કર્યો હતો. તેઓ વિવિધ ઈશારાઓ કરીને કોહલી પર કટાક્ષ કરતા નજરે પડ્યા હતા.ઈન્ડિયા ટૂર ઓફ ઓસ્ટ્રેલિયા ૨૦૨૦-૨૧ દરમિયાન પણ વંશીય વિવાદ સર્જાયો હતો.

સ્ટેડિયમમાં કેટલાક ઓસ્ટ્રેલિયન ફેન્સ સતત મોહમ્મદ સિરાજને ગાળો બોલી રહ્યા હતા. એટલું જ નહીં તે લોકો વંશીય ટિપ્પણીઓ કરીને સિરાજનું મનોબળ તોડવા લાગ્યા હતા. જાેકે એ સમયે સ્ટેડિયમમાં કાર્યરત અધિકારીએ ઓસ્ટ્રેલિયન ફેન્સ વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેમને સ્ટેડિયમ બહાર કાઢી મૂક્યા હતા.

ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી. વરસાદના કારણે ૫મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી. અંતિમ દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે છેવટે મેચ ન રમવાનો ર્નિણય કર્યો હતો. મહત્ત્વની વાત તો એ રહી કે ઈન્ડિયા પાસે ૯ વિકેટ પણ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર ૧૫૭ રન જ કરવાના હતા. પરંતુ વરસાદે પહેલી ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું હતું. હવે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ૧૨ ઓગસ્ટે લોર્ડ્‌સ ખાતે રમાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.