ઈમલીની માલિની પતિની યાદોના સહારે જીવી રહી છે
મુંબઈ: સીરિયલ ઈમલીમાં માલિનીના રોલમાં જાેવા મળતી મરાઠી એક્ટ્રેસ મયૂરી દેશમુખ હાલ એકલી જીવન વિતાવી રહી છે. ગયા વર્ષે મયૂરીના પતિ આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારથી મયૂરી એકલી છે અને પતિની યાદો સાથે જીવી રહી છે. મયૂરી દેશમુખના પતિ આશુતોષ ભાકરેની ૩૧મી જન્મજયંતી પર તેણે એક સુંદર કવિતા લખી છે. કવિતાની સાથે મયૂરીએ આશુતોષ સાથે વિતાવેલા દિવસોની સુંદર તસવીરો શેર કરી છે. મયૂરીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં આશુતોષ-મયૂરીના લગ્ન, બર્થ ડે સેલિબ્રેશન, સગાઈ, સાથે ફર્યા હોય તે સ્થળોની વિવિધ તસવીરો છે. આ તસવીરોમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. પરંતુ ભાગ્યને તેમનો સાથ મંજૂર નહોતો અને એટલે જ આશુતોષે આ દુનિયામાંથી અણધારી વિદાય લઈ લીધી.
મયૂરીએ પોતાના દિવંગત પતિને યાદ કરીને લખેલી કવિતા હૈયું ચીરી નાખે તેવી છે. મયૂરીની કવિતાની કેટલીક પંક્તિઓનું ભાષાંતર અહીં કરેલું છે. મયૂરી લખે છે, હું મારા નજીકના અને વહાલા લોકો માટે કવિતા લખું છું, પછી અત્યાર સુધી તારા માટે કેમ ના લખી તેં ક્યારેય વિચાર્યું? હું કવિતા તને તારા ૬૧મા જન્મદિવસ પર ભેટ કરવા માગતી હતી એટલા માટે. હું એટલી આશાવાદી હતી કે મને અણસાર પણ નહોતો કે જિંદગીએ કેવું દુઃખ મારા માટે લખ્યું. કંઈ નહીં આ રહી તારી બાકી રહી ગયેલી કવિતા તને ગયે એક વર્ષથી થોડો વધુ સમય થયો છે. કેટલીક સુંદર અને કેટલી કડવી યાદો આંખ સામે તરવરી ઉઠે છે. એ સમય વિશે વિચારું છું
જ્યારે હું ધૈર્ય રાખતી અને પ્રેમ કરતી..વિચારું છું શું હું પૂરતો પ્રેમ આપી શકી? શું હું વધુ પ્રેમ કરી શકી હોત? શું હું વધુ આપી શકી હોત? શું તે આ વાર્તા બદલી શક્યો હોત? મને નથી ખબર. વધુ કેટલીક પંક્તિઓમાં મયૂરી પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહે છે, આપણે આપણી સારી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી ડરતા હતા
ક્યાંક કોઈની નજર ના લાગી જાય. પરંતુ જે લખાયેલું છે તેને આપણે ટાળી શકતા નથી, ટાળી શકીએ છીએ?” મયૂરીએ કવિતામાં પતિને પોતાનો ગાર્ડિયન એન્જલ કહ્યો છે અને તેને વિશ્વાસ છે કે આશુતોષ તેને સાચવી લેશે. મયૂરી આશુતોષ વિના હિંમતથી જીવી રહી છે ત્યારે આ જાેઈને તે જ્યાં પણ હશે ત્યાંથી ગર્વથી મયૂરીને જાેતો હશે એવું તેને લાગે છે. કવિતાના અંતે મયૂરીએ ‘હેપી બર્થ ડે આશુ લખ્યું છે.