Western Times News

Gujarati News

આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર સુપ્રીમે પ્રતિબંધ લગાવ્યો

નવીદિલ્હી: રેપ કેસમાં આજીવન કેદની સજા ભાગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા છે. ખરેખર, ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈનાં બે સપ્તાહના ફરલોની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કરતાં નારાયણ સાંઈનાં બે સપ્તાહના ફરલોને નામંજૂર કર્યા છે.એસજી તુષાર મહેતા હાઈકોર્ટના જૂનના ચુકાદાને પડકારવા ગુજરાત સરકાર તરફથી હાજર રહ્યા હતા. એની પહેલાં નારાયણ સાંઈના જામીનની અરજી કરવામાં આવી હતી, જે હાઈ કોર્ટે મંજૂર કરી હતી.

આસારામના પુત્ર નારાયણ સાંઈને બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટે દોષી જાહેર કર્યો હતો. નારાયણને રેપના આરોપમાં ઉંમરકેદની સજા આપવામાં આવેલી અને ૧ લાખ રુપિયાનો દંડ પણ કરવામાં આવેલો. સુરતની બે બહેન દ્વારા નારાયણ સાંઈ આરોપી સાબિત થયો હતો. સુરતની સેશન કોર્ટે આશરે ૧૧ વર્ષ જૂના કેસમાં સજા જાહેર કરી હતી.

પોલીસે પીડિત બહેનોનાં નિવેદન પર નારાયણ સાંઈ અને આસારામ સામે કેસ નોંધ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી ઘણા પુરાવા પણ મળ્યા હતા. પીડિતાની નાની બહેને નારાયણ સાંઈ સામે પોલીસને નક્કર પુરાવા આપ્યા હતા. તેણે ઘટનાસ્થળે મળેલા પુરાવાની પણ ઓળખ કરી હતી.

મોટી બહેને આસારામ વિરુદ્ધ પોલીસમાં કેસ દાખલ કરેલો. કેસ દાખલ થયા પછી આસારામ અંડરગ્રાઉન્ડ થઈ ગયેલો. એના પછી આશરે ૨ મહિના પછી ૨૦૧૩ના ડિસેમ્બર મહિનામાં તેની હરિયાણા-દિલ્હી સરહદેથી ધરપકડ કરવામાં આવેલી. તે શીખના વેશમાં ફરી રહ્યો હતો.
એક બહેને સાંઈ પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૫ વચ્ચે સુરતના આશ્રમમાં રહેતી હતી એ દરમિયાન યૌનશોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાની મોટી બહેને આસારામ પર આરોપ લગાવ્યો હતો કે તેણે ૧૯૯૭ અને ૨૦૦૬ વચ્ચે અમદાવાદમાં આશ્રમમાં રહેવા દરમિયાન યૌનશોષણ કર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.