ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટ વધુ ને વધુ ભયાનક બનતો જાય છે
નવીદિલ્હી: ઓક્સફર્ડના વેક્સિન ગ્રૂપના પ્રમુખ પ્રોફેસર એડ્રયૂ પોલાર્ડે કહ્યં કે મહામારી ઝડપથી રૂપ બદલી રહી છે. ડેલ્ટા વેરિઅન્ટ અત્યારથી સંક્રમણ વધારી રહ્યો છે. તેને રોકવાની કોઈ વ્યવસ્થા નથી. મને લાગે છે કે આ સમયે હર્ડ ઈમ્યુનિટી પણ શક્ય નથી. વાયરસ નવું સ્વરૂપ લે છે અને વેક્સિન લીધેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.
બીજી લહેરના સંક્રમણ બાદ ત્રીજી લહેર દેશમાં આવે તો તેનું કારણ ડેલ્ટા વેરિઅન્ટને માનવામાં આવી રહ્યું છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. ડેલ્ટા વેરિઅન્ટ કુલ ૧૫૦ દેશમાં ફેલાઈ ચૂક્યો છે. જે લોકો વેક્સિન લેવામાં બેદરકારી દેખાડી રહ્યા છે તેમને અને જેઓએ હાલમાં વેક્સિન લીધી છે તેમને પણ આ અસર કરી કરી રહ્યો છે. જેટલી જલ્દી વેક્સિન લેવાય તેટલું સારું તેમ પ્રોફેસર પોલાર્ડે કહ્યું છે.તેઓએ કહ્યું કે આ કોઈ બીમારી નથી કે તેની વેક્સિન લગાવી લેવાથી વાયરસ ફેલાશે નહીં. ડેલ્ટા સ્વરૂપ એ લોકોને પણ સંક્રમિત કરી રહ્યું છે જેઓએ વેક્સિન લીધી છે. તેનો અર્થ એ છે કે જેઓએ વેક્સિન નથી લીધી તેઓ પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે.
તેમણે કહ્યું કે આ કોઈ બીમારી નથી કે તેની વેક્સિન લગાવી લેવાથી વાયરસ ફેલાશે નહીં. ડેલ્ટા સ્વરૂપ એ લોકોને પણ સંક્રમિત કરી રહ્યું છે જેઓએ વેક્સિન લીધી છે. તેનો અર્થ એ છે કે જેઓએ વેક્સિન નથી લીધી તેઓ પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે હર્ડ ઈમ્યુનિટીની અવધારણા જાણી શકાતી નથી. સંક્રમણ વેક્સિન ન લેનારા લોકોમાં ફેલાશે અને હાલના આંકડા કહે છે કે વેક્સિનના બંને ડોઝ સંક્રમણના વિરોધમાં ફક્ત ૫૦ ટકા સુરક્ષા આપે છે.હર્ડ એટલે કે ઝૂંડ અને ઈમ્યુનિટી એટલે કે બીમારીથી લડવાની ક્ષમતા. આ રીતે હર્ડ ઈમ્યુનિટી એટલે કે એક ઝૂંડ કે વસ્તીમાં બીમારીથી લડવાની સામૂહિક રોગ પ્રતિકારક શક્તિ જન્માવે છે.