Western Times News

Gujarati News

મેડલિસ્ટ મીરાબાઈ ૧૫મીએ ડાન્સ દીવાનેમાં મહેમાન બનશે

મુંબઈ: ડાન્સ દીવાને સીઝન ૩ના જજ અને અભિનેત્રી માધુરી દીક્ષિત પાછલા બે અઠવાડિયાથી શૉમાં દેખાતા નથી. તે શૉના લેટેસ્ટ એપિસોડના શૂટમાં પણ જાેવા નહોતા મળ્યા. માધુરીના ફેન્સ તેમને મિસ પણ કરી રહ્યા છે અને ચિંતા પણ કરી રહ્યા છે. માધુરીના સ્થાને શૉમાં નોરા ફતેહી, દલેર મેંહદી અને મીકા સિંહ જેવા સેલિબ્રિટી પહોંચ્યા હતા. પરંતુ તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, ૧૫મી ઓગસ્ટના સ્પેશિયલ એપિસોડમાં માધુરી દીક્ષિત કમબેક કરશે. આટલુ જ નહીં,

આ સ્પેશિયલ એપિસોડમાં ખાસ મહેમાન તરીકે ઓલિમ્પિકમાં દેશ માટે સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂ પણ હાજર રહેશે. જાણવા મળ્યું છે કે અંગત કારણોસર માધુરીએ અમુક અઠવાડિયા માટે રજા લીધી હતી. જાે કે તે ટુંક સમયમાં કમબેક કરશે. શૉ સાથે જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, માધુરી દીક્ષિત ૧૫ ઓગસ્ટના સ્પેશિયલ એપિસોડના શૂટિંગ માટે આવી રહ્યા છે. આ એપિસોડ તે જ દિવસે ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. એપિસોડમાં દેશનું ગૌરવ વધારનારા મીરાબાઈ ચાનૂ પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેશે.

આ પહેલા પણ એપ્રિલ મહિનામાં જ્યારે મુંબઈમાં લોકડાઉન હતું અને શૉનું શૂટિંગ મુંબઈની બહાર કરવામાં આવી રહ્યુ હતું ત્યારે માધુરીએ રજા લીધી હતી. ત્યારે શૉના બાકીના જજ તુષાર કાલિયા અને ધર્મેશ યેલાંદેએ શૉની જવાબદારી સંભાળી હતી. જાે કે, પાછલા ઘણાં સમયથી રિયાલિટી શૉમાં મુખ્ય જજ સિવાય સેલિબ્રિટી મહેમાનોનું ચલણ વધી ગયું છે. માટે મુખ્ય જજ કોઈ કારણોસર હાજર ન હોય તો મેકર્સે વધારે ચિંતામાં નથી મુકાઈ જતા. ડાન્સ આધારિત રિયાલિટી શૉ સુપર ડાન્સર ૪ની પણ આ જ સ્થિતિ છે. રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટી શૉમાં હાજર નથી રહેતા. તેમના સ્થાને અત્યાર સુધી શૉમાં જાવેદ અખ્તર, રેખા, કરિશ્મા કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, મૌસમી ચેટર્જી, સોનાલી બેન્દ્રે સ્પેશિયલ જજ બનીને આવી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.