નિકોલમાંથી ૯૫ પરપ્રાંતિય શ્રમિકોને છોડાવાયા
અમદાવાદ : ઔદ્યોગિક રીતે વિકસીત અમદાવાદ શહેરમાં અનેક ઓદ્યોગીક વસાહતો આવેલી છે અને તેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક શ્રમિકો પાસેથી બળજબરી પૂર્વક કામ કરાવાતું હોવાની માહિતી મળતાં નિકોલ પોલિસે સઘન ઓપરેશન કરીને ૯૫ જેટલાં આસામના શ્રમિકોને છોડાવ્યા છે. જેમાં ૧૨ બાળમજૂરોનો પણ સમાવેશ થાય છે. કેટલાંક કારખાનેદારો કામ કરાવતા હોવાની ફરીયાદો ઉઠી હતી.
આ ઉપરાંત કેટલાંક કારખાનાઓમાં બાળ મજુરો કામ કરી રહ્યા હોવાની ફરીયાદ પ્રાપ્ત થઈ રહી છે. જેના પગલે નિકોલ પોલીસ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા મોડી રાતથી સઘન ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ અને તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. કારખાનાઓની તપાસક રતાં કેટલાંક પરપ્રાંતિય શ્રમિકો દયનીય હાલતમાં જાવા મળ્યા હતા. આ ઉપરાંત બાળમજુરો પણ સખ્ત મહેનત કરતાં નજરે પડ્યા હતા.
જેને જાઈને પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે કુલ ૯૪ થી વધુ આસામના શ્રમિકોને બળજબરીપૂર્વક કારખાનેદારોની ચુંગાલમાંથી છોડાવી દીધા છે અને તેમાં બાર જેટલા બાળ મજુરોનો પણ સમાવેશ થાય છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવનાર છે.