વિજયનગર તાલુકામાં કેન્દ્રીય નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં પણ આજે કેન્દ્રીય નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમાં આ તાલુકામાંથી આ વિદ્યાલયમાં પ્રવેશ માટે છાત્રોનો ભારે ધસારો રહ્યો હતો.જેને લઈ તાલુકામાં આ બન્ને પરીક્ષા કેન્દ્રોમાં નોંધાયેલા ૫૧૯માંથી ૪૧૩ છાત્રોએ પરીક્ષા આપી હતી.જ્યારે બને પરીક્ષા કેન્દ્રોમાં થઇ ૧૦૬ છાત્રો ગેરહાજર રહ્યાં હતાં.
આજે વિજયનગર ખાતેની સ્વામી વિવેકાનંદ વિધાલય ખાતેના કેન્દ્રમાં કુલ ૧૯ બ્લોકમાં ૨૧૯ બાળકો નોંધાયા હતા અને વિજયનગરની મહારાવ હમીરસિંહજી હાઈસ્કૂલ ખાતેના કેન્દ્રમાં ૨૫ બ્લોક માં ૩૦૦ બાળકો નોંધાયા હતા. આમ આ બંને પરીક્ષા કેન્દ્રોમાં કુલ ૪૪ બ્લોકમાં કુલ ૫૨૦ છાત્રો નોંધાયા હતા .
જેમાં એમ.એચ.હાઈસ્કૂલ કેન્દ્રમાં ૨૩૫ છાત્રો બેઠા હતા,૬૫ ગેરહાજર રહ્યા હતા.જ્યારે વિવેકાનંદ હાઇસ્કુલ કેન્દ્રમાં ૧૭૮ છાત્રોએ પરીક્ષા આપી હતી અને ૪૧ છાત્રો ગે.હા. રહ્યા હતા.એમ આચાર્ય ગોવિંદ સ્વામી અને કમલભાઈ વ્યાસે જણાવ્યું હતું.