Western Times News

Gujarati News

ગુજરાતનું એક એવું ગામ જ્યાં યુવાનોએ ૧૦૦ટકા રસીકરણનું બીડું ઝડપ્યું

એક એવું ગામ જે કોરોનાની ત્રીજી લહેરથી બચવા સ્વયં જાગૃતિ દાખવી રહ્યું છે

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સારોલી ગામના યુવાનોએ સ્વયં જાગૃતિ દાખવીને ગ્રામજનોનું કોવિડ.૧૯નું ૧૦૦ ટકા રસીકરણ થાય એ માટે બીડું ઝડપ્યું છે,જ્યાં સુધી આ લક્ષાંક હાંસલ ન થાય ત્યાં સુધી રોજબરોજ રસીકરણ કેમ્પ યોજવાનું સુનિશ્ચિત કર્યું છે.

મહામારી સામે ગ્રામજનો સુરક્ષિત રહે એ માટેની ચિતા કરીને યુવાનોએ ગામલોકોને સમજાવી રસી લેવા પ્રેરિત કરી રહ્યા છે. સંગઠન એકતા પ્રમુખ હર્ષદકુમાર ભુધરા અને રાજુભાઇ ખરાડી સહિતના યુવાનોએ આગેવાની લઈ કોરોનાની ત્રીજી લહેર લડત આપવાનું આ બીડું પોતાના સારોલી ગામમાંથી શરૂ કર્યું છે

જનજાગૃતિને લઈકોરોનાની રસી લેવા માટે પડાપડી થઈ રહી ગામની તમામ૩૨૦૦ની વસતીને આવરી લઈ આ ઝુંબેશ ચાલી રહી છે.ગામના વિમલ ખરાડી,ભરત મોડિયાએ પ્રયાસો કરી લોકોને રસી લેવા સમજાવી સારોલી ગામા કોવિડ ૧૯ નું બીજુ સેન્ટર પણ શુરું કર્યું છે જે જ્યાં સુધી સારોલી ગામમાં ૧૦૦ ટાકા વેકસીન પૂર્ણ ના થાય ત્યાં સુધી કાર્યરત રહેશે.

ગામમાં યુવાનો રોજ લોકોને ભેગા કરી સમજાવે છે ગામના સરપંચ દ્વારા અને શાળાના આચાર્ય શ્રેણિક કે.શાહ દ્વારા ખુબજ સહયોગ મળી રહ્યોછે. જ્યારે તાલુકાઆરોગ્યઅધિકારી ડૉ.એસ.એમ.ચૌહાણે પણ પૂરો સહકાર આપી સારોલીમાં વેકસીનના આજે ૨ સેન્ટર કાર્યરત કર્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.