ગાંધીનગરના વેડાનાં યુવાનનું કલેકટરનાં હસ્તે સન્માન

વેડા ગામના વ્યાસ સમાજનું ગૌરવ તેવા પ્રતિકભાઈ વ્યાસ ને ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્ય દ્વારા 15 ઓગસ્ટ ના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.
છેલ્લા 12 વર્ષ કરતા પણ વધુ સમય થી 108 ઈમરજન્સી માં પોતાની ફરજ નિભાવતા અને વેડા ગામ ના વતની પ્રતીક ભાઈ એ અત્યાર સુધી 50 થી વધુ લોકો ની જિંદગી બચાવી છે. તેમને પોતાની પ્રસંશનીય કામગીરી બદલ અનેક વાર સન્માનિત કરવામાં આવ્યા છે.
સોના માં સુગંધ ભળે તેમ રવિવારે ગાંધીનગર જીલ્લા કલેકટર દ્વારા દહેગામ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સ્વતંત્રતા દિન નિમિત્તે “covid-19” મહામારી અંતર્ગત પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી માટેની સિદ્ધિ બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગ માં ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. કુલદીપ આર્યના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.