ગુજરાત હાઈકોર્ટ ખાતે ધ્વજવંદન કરાવતા મુખ્ય ન્યાયમૂર્તિશ્રી

ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં ૭૫માં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી પ્રસંગે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમનાથએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું.
ઉપરોક્ત પ્રસંગે કોવીડ-19 ના પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય ન્યાયમૂર્તિશ્રીઓ અને માનનીય ભૂતપૂર્વ ન્યાયાધીશો અને ઍડ્વોકેટ જનરલ, એડિશનલ ઍડ્વોકૅટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ અને જૂજ સંખ્યામાં હાઈકૉર્ટ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. .