Western Times News

Gujarati News

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અને સંસ્થાનના મહાનિયામકશ્રી શ્રીમતી અંજુ શર્માએ ધ્વજવંદન કરાવ્યું

૭૫મા સ્વાતંત્ર્ય પર્વના પાવન પર્વે સમગ્ર દેશમાં ધ્વજવંદન સહિત રંગારંગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના મહાનિયામક શ્રીમતી અંજુ શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

શ્રી અંજુ શર્માએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતને આપણે નવા આયામો તરફ જતા જોઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, અહીં અભ્યાસ કરતા યુવાનો ભારતનું ભાવિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપશે.

ધ્વજવંદન કાર્યક્રમમાં વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.અને ત્યારબાદ શ્રીમતી અંજુ શર્માના હસ્તે ગૃહરક્ષક દળના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કે.જી.ભાવસાર, પ્રોફેસર શ્રી વિનયભાઈ વ્યાસા, ડો.સુમન વૈષ્ણવ, ડો.મિશા વ્યાસ, ડો આયનેન્દુ સાન્યાલ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.