Western Times News

Gujarati News

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતીથિ

વાજપેયીનું ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું હતું

નવી દિલ્હી, આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વ પીએમની પુણ્યતિથિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.

The Vice President Shri M. Venkaiah Naidu, Prime Minister Narendra Modi attending a prayer meeting in the memory of former Prime Minister Shri Atal Bihari Vajpayee  at ‘Sadaiv Atal’ Monday in New Delhi #AtalBihariVajpayee

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર જઈને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ત્રીજી પુણ્યતિથિ છે. ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ તેમનું નિધન થયું હતું. તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થાય છે જે ક્યારેય પક્ષગત રાજનીતિના બંધનમાં બંધાયેલા નહતા. તેમને હંમેશા તમામ પક્ષો તરફથી ભરપૂર સ્નેહ અને પ્રેમ મળ્યો હતો. દેશના તમામ નેતાઓ અને જનતા આજે પણ તેમને એટલા જ મનથી યાદ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.