Western Times News

Gujarati News

પ્રેસિડન્ટ હાઉસ પર કબજા બાદ તાલીબાનનું નિવદન, બધું અમારા નિયંત્રણમાં

કોઇ વચગાળાની સરકાર નહીં આવે -કાબુલમાં તાલીબાન ઘૂસવા સાથે અનેક સ્થળોએ હિંસા

કાબુલ, તાલિબાનના આતંકીઓથી ત્રસ્ત અફઘાન હેવ સંપૂર્ણ રીતે તાલિબાનીઓની નિયંત્રણમાં આવી ગયું છે. તાલિબાનીઓ દ્વારા દેશના મોટાભાગના હિસ્સા અહીં સુધી રાજધાની કાબુલ પર કબજાે મેળવી લીધા પછી પ્રેસિડન્ટ અશરફ ગની દેશ છોડવા માટે મજબૂર થયા હતા.

તેમના દેશ છોડવાની સાથે જ અફઘાન પર તાલિબાનનો કબજાે નિશ્વિત થઇ ગયો છે. સમગ્ર અફઘાન હવે તાલિબાની આતંકીઓના હવાલે છે. તાલિબાની કમાંડરોએ દાવો કર્યો છે કે તેમણે અફઘાનના પ્રેસિડન્ટ હાઉસ પર કબજાે કરી લીધો છે. જાેકે અફઘાન સરકાર તરફથી આવી કોઇ માહિતી આપવામાં આવી નથી.

બીજી તરફ તાલિબાને એમ પણ કહ્યું છે કે, અફઘાનમાં સત્તાથી માંડીને બધુ જ અમારા કંટ્રોલમાં રહેશે. આ માટે કોઇ વચગાળાની સરકાર આવશે નહીં. તાલિબાની આતંકીઓનું કહેવું છે કે તે આખા અફઘાન પર કબજાે કરવા જઇ રહ્યા છે. તાલિબાનના બે અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનમાં સત્તાના હસ્તકરણ માટે કોઇ કામચલાઉ સરકાર આવશે નહીં અને આખા અફઘાન પર કબજાે કરીશું.

આ વચ્ચે અફઘાનની રાજધાની કાબુલમાં તાલિબાની આતંકીઓના ઘૂસવાથી અનેક સ્થળોએ હિંસાના બનાવો સામે આવ્યા છે. જે અંગે તાલિબાન ખાતરી આપી રહ્યું છે કે અહીં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાના પ્રયત્ન કરશે. એવા પણ સમાચાર છે કે, અફઘાનના બગરામ એરબેઝ પર હવે તાલિબાની આતંકીઓ કબજાે જમાવી ચૂક્યા છે

અહીંના અફઘાની સૈનિકો તાલિબાની આતંકીઓ સામે સરેન્ડર કરી ચૂક્યા છે. આ એરબેઝ પર મોટા પ્રમાણમાં કેદીઓ રાખવામાં આવ્યા છે. એક સમયે આ એરબેઝ અમેરિકાનો સૌથી મોટી સૈન્ય છાવણી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.