કરીના સાથે લગ્ન પહેલાં સૈફે અમૃતાને પત્ર લખ્યો હતો
૧૬ ઓગસ્ટે સૈફ અલી ખાને ૫૧મો જન્મ દિવસ ઉજવ્યો -સૈફ અલી ખાનનો જન્મ દિલ્હીમાં થયો હતો, તે શર્મિલા ટેગોર અને પૂર્વ ક્રિકેટર મંસૂર અલી પટૌડીનો દીકરો છે
મુંબઈ, આજે ૧૬ ઓગસ્ટનાં સૈફ અલી ખાને તેનો ૫૧મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. સૈફ અલી ખાનનો જન્મ ૧૬ ઓગસ્ટનાં દિલ્હીમાં થયો હતો. તે એક્ટ્રેસ શર્મિલા ટેગોર અને ભારતીય ક્રિકેટર ટીમનાં પૂર્વ કેપ્ટન મંસૂર અલી પટૌડીનો દીકરો છે. સૈફ અલી ખાન અને તેની પત્ની અમૃતા સિંહની ઉંમરમાં ૧૨ વર્ષનો અંતર હતો, સૈફ, અમૃતાથી ૧૨ વર્ષ નાનો હતો.
બંનેની પહેલી મુલાકાત યે દિલ્લગી’નાં સેટ પર થઇ હતી. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની પહેલી મુલાકાત ૨૦૦૮માં નિર્દેશક વિજય કૃષ્ણા આચાર્યની ફિલ્મ ‘ટશન’ની શૂટિંગ દરમિયાન થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે તો કંઇ ખાસ કમાલ કરી ન હતી.
પણ રિઅલ લાઇફમાં કરીના અને સૈફની જાેડી બની ગઇ હતી. સૈફ અલી ખાને કરીના કપૂરની સાથે લાંબા સમય સુધી લિવ ઇનમાં રહ્યાં બાદ લગ્નનો ર્નિણય કર્યો હતો. આ વર્ષે કરીનાએ ફેબ્રુઆરીમાં તેનાં બીજા દીકરાને જન્મ આપ્યો. જેનું નામ જહાંગીર છે. તેનાં નામ પર પણ વિવાદ થયો છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂરે ખુબજ સાદગીથી લગ્ન કર્યા હતાં. કરીના સાથે લગ્ન કરતાં પહેલાં તેણે તેની પહેલી પત્ની અમૃતાને એક પત્ર લખ્યો હતો. સૈફે જણાવ્યું કે, પત્રમાં તેણે આવનરા જીવન માટે તેની પત્ની પાસે શુભકામનાઓ માંગતા એકબીજાને આગળ વધવા જણાવ્યું હતું.
કરીના કપૂર ખાને ઘણી વખત આ વાત જણાવી છે કે, લગ્ન પહેલાં સૈફ અલી ખાન પાસે એક જ શરત મુકી હતી કે, હું તારી પત્ની છુ, અને કામ કરીશ, પૈસા કમાઇશ અને આપે મને આજીવન સપોર્ટ કરવો પડશે. હવે સૈફ અલી ખાન ત્રણ દીકરા અને એક દીકરીનો પિતા છે.
તેને સારા, ઇબ્રાહિમ, તૈમૂર અને જહાંગીરને જન્મ આપ્યો છે. સૈફ અલી ખાને મીટૂ અભિયાન દરમિયાન કહ્યું હતું કે, ‘મોટાભાગનાં લોકો અન્ય લોકોને સમજતા નથી. હું આ અંગે વાત કરવાં માંગતો નથી કારણ કે આજે આ મુદ્દ વિશે વાત કરવાં હું મહત્વપૂર્ણ નથી. અહીં સુધી કે હું વિચારું છું કે, મારી સાથે શું થયું ત્યારે મને ગુસ્સો આવી જાય છે, આજે આપણે મહિાલઓનું ધ્યાન રાખવાનું છે.’