Western Times News

Gujarati News

એર સ્પેસ બંધ થતાં એર ઈન્ડિયાએ ફ્લાઈટ રદ્દ કરી

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને લેતા હવે એરસ્પેસ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.મળતી જાણકારી પ્રમાણે, કાબુલ હવાઈ મથકથી પરથી તમામ પ્રકારની ફ્લાઈટ્‌સ રદ્દ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ સ્થિતિ વણસતા રદ્દ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

ભારત અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે ૧૨.૩૦ વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જાે કે, પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા તાત્કાલિક અસરથી ફ્લાઈટ રદ્દ કરવાનો છૈં દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. કાબૂલ એરપોર્ટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કાબૂલ એરપોર્ટ પર તાલિબાની વિમાનોએ બે એવી મહિલાઓને ગોળી મારી દીધી જેમણે હિજાબ નહોંતો પહેર્યો. તેના જવાબમાં અમેરિકન સૈનિકોએ જવાબી ફાયરિંગ કર્યુ. જેનાથી એરપોર્ટ પર ભાગદોડ મચી હતી.

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ અફઘાનીસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈઘતા છે. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસને કહ્યું કે બ્રિટન શુક્રવારે નાટો બેઠકના માધ્યમથી એક સ્પષ્ટ સંદેશ મોકલવા માટે સહયોગિઓની સાથે કામ કરી રહ્યું છે. કોઈ પણ તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જાેઇએ.

આ દરમિયાન સમાચાર મળ્યા છે કે તાલિબાને લોકોને ૧૭ ઓગસ્ટ સવારે ૮ વાગ્યા સુધી ઘરે રહેવા કહ્યું છે. કાબૂલ એરપોર્ટથી કર્મશિયલ ફ્લાઈટ્‌સ પણ બંધ કરી દેવામાં આવી છે. માત્ર સૈન્ય વિમાનોને ઉડાનની પરવાનગી છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા બાદ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યુ કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈધતા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.