આણંદમાં કારે અજાણ્યા શખ્સને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ

પ્રતિકાત્મક
આણંદ, સોમવારે સવારે રણછોડજી મંદીર પાસે પસાર થઇ રહેલા શખ્સને પુરઝડપે આવતી કાર અડફેટે લઇ રોડ પર પાડી દેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જે અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સવાર સવારમાં જ હીટ એન્ડ રનવે નો બનાવ બનતાં શહેરમાં ચકચાર મચી ગઇ છે. ભીડભાડ વાળા વિસ્તારમાં પુરઝડપે કાર હંકારનાર સામે કાર્યવાહી થવી જાેઇએ.તેવી માગં પણ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રણછોડજી મંદીર પાસેથી સવારે સાડા અગિયારવાગ્યાના અરસામા ંએક રાહદારી ચાલીને પસાર થઇ રહયો હતો.ત્યારે કાર નં.જી જે ૨૩ બીએલ ૩૪૯૫ના ચાલકે પોતાની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારીને અડફેટે રોડ પર પાડી દેતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું.
આ બનાવ ની જાણ થતા ૧૦૮ પણ આવી પહોંચી હતી. તે પહેલાં જ શખ્સનું મોત નીપજ્યુ હતું. આ અંગે હાલતો આણંદટાઉન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલકરી તપાસ હાથધરી છે.