Western Times News

Gujarati News

લાંબા વિરામબાદ મેઘરાજાનું આગમન, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

લાંબા વિરામ બાદ ચરોતરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. ચરોતરના ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક વિસાત્રોમાં વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને લઇને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.સાથે મેઘરાજાના આગમનથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.  અમદાવાદમાં પણ મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

મહત્વનું છે કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાઅમેટ દ્વારા કરાઈ છે. એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે, 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.