Western Times News

Gujarati News

શું આપણે કોઇપણ કિંમતે ખાંડ ખાવાથી બચવું જોઇએ?

ખાંડના વિકલ્પ તરીકે તમે ગોળ અને મધનો ઉપયોગ કરી શકો છે.

ખાંડ સાથે આપણે સહુ અતૂટ સંબંધ ઘરાવીએ છીએ. આપણા ભોજનમાં પણ મોટા ભાગે ખાંડનો ઊપયોગ થાય છે. છતાં પણ ષોષણ વિશેજ્ઞનો આપણે ચેતવણી આપી રહ્યા છે કે ખાંડ બિનજરૂરી કેલેરી પેદા કરે છે જે મેદસ્વી પણાનું મુખ્ય કારણ છે. કેન્સર નિષ્ણાંતો પણ આ માટે ચિંતિત છે કારણ કે મેદસ્વીપણું એક મોટું જોખમ છે.

કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે કેન્સર કોશિકાઓમાં ખાંડ એક મોટી ભૂખ છે. આ નિદાન ઇમેજિંગ પરીક્ષણ માટે એક આધાર છે જેને પીઇટી સ્કેન કહેવામાં આવે છે. ટ્યુમર સામાન્ય કોશિકાઓની સરખામણીમાં બહુ માત્રામાં ખાંડનો ઉપયોગ કરે છે અને આપણે આ અંતરને એક્સ-રેમાં જોઇ શકાય છે.

આમ, જેટલું ઊંડુ સ્થાન એટલી વધુ ખાંડ. શું આપણે કોઇપણ કિંમતે ખાંડ ખાવાથી બચવું જોઇએ? એમ નથી લાગતું
જ્યારે મોટાભાગના લોકો ખાંડ શબ્દ સાંભળતા જ તેઓ સફેદ ક્રિસ્ટલના વિશે વિચારે છે, જે મીઠાશ લાવવા કેક અને પેસ્ટ્રીમાં નાખવામાં આવે છે. ખાંડનું આ વિશેષરૂપ સુક્રોજ છે.

જ્યારે આપણે સુક્રોજયુક્ત ખાદ્ય પદાર્થ ખાઇએ છીએ ત્યારે આપણું શરીર આ ગ્લુકોઝ અને ક્રૂકટોજ અણુઓમાં તોડી નાખે છે. ગ્લુકોઝ શરીરમાં મુખ્ય ઇંઘણમાં એક છે, તે આપડી માંસપેશીઓને આપવામાં આવે છે, જે ઉર્જા માટે ઉપયોગી છે. જ્યારે ક્રૂકટોજનો ઉપયોગ યકૃત દ્વારા કરવામાં આવે છે જે ગ્લુકોઝમાં પરિવર્તન થાય છે.

ખાંડ કેટલાક ખાદ્ય પદાર્થોનું એક પ્રાકૃતિક ઘટક પણ છે. જે ફળ, શાકભાજી, અનાજ, રોટી, ડેરી ઉત્પાદન, માંસ વગેરેમાં સામેલ હોય છે. આ ખાદ્ય પદાર્થોમાં જટિલ કાર્બોડાઇડ્રેટના રૂપમાં ખાંડ હોય છે, જે ગ્લુકોઝની લાંબી, પરસ્પર જોડાયેલી શ્રૃંખલાઓ છે. જ્યારે તમારું શરીર ભોજન પચાવે છે તો આ જટિલ શ્રૃંખલાઓને ગ્લુકોઝ અણુઓમાં તોડી નાંખે છે, જે તેને પચાવી શકતા નથી તે ફાઇબલ બની જાય છે. જે આપણા શરીર માટે સારું છે.

તો વાસ્તાવિક સમસ્યા ખાંડ નથી પરંતુ થોડીક અથવા વધુ ખાંડ-ખાંડ જે વિના ફાઇબર ખાદ્ય પદાર્થોમાં જોવડામાં આવે છે.

નિષ્ણાંતો દ્વારા સંદેશ :-

મોટાભાગના મારા દર્દીઓ સામાન્ય રીતે બે પ્રશ્ન પૂછે છે.
1 શું ખાંડ ખાવાથી કેન્સર થાય છે?  2 શું ખાંડ ખાવાની બંધ કરવી જોઇએ કે ઓછી માત્રામાં ખાવી જોઇએ.

આહારમાંથી ખાંડને એકદમ નીકળવી સંભવ નથી, કે કોશિશ કરવાનું કોઇ કારણ નથી. ખાંડ સ્વસ્થ આહારનું એક આવશ્યક હિસ્સો પણ છે. આપડું મગજ મુખ્યરૂપથી ગ્લુકોઝ પર ચાલે છે અને આપણી પ્રતિરક્ષા પ્રણાલીને કાર્ય કરવા માટે ગ્લુકોઝની આવશ્યકતા હોય છે.

ખાંડ એકમાત્ર એવું પોષક ત્તત્વ નથી જેન પર કેન્સર કોશિકાઓ બને છે. ખાંડ સિવાય કેન્સર કોશિકાઓ વસા અને અમીનો એસિડ અસિહત અન્ય પોષક તત્વ પર નિર્ભર કરે છે એમાંથી કેટલીક ખાંડની તુલનામાં અધિક નકારાત્મક પ્રભાવ થઇ શકે છે.
રાકેશ હેલ્થકેયરના નિર્દેશક ડો. અનુપ અબોટી અને ડો. આકાશ અબોટીએ જણાવ્યું કે, ખાંડની ઉપયોગિતા પૂરી રીતે બંધ ન કરો પણ વધુ પડતી ખાંડનો ઉપયોગ કરવો નહીં.

તમે અસ્થાયીરૂપથી કેટલાંક સમય માટે સફેદ ખાંડનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો અને તેના વિકલ્પ તરીકે તમે ગોળ અને મધનો ઉપયોગ કરી શકો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.