Western Times News

Gujarati News

અરબાઝ અને મલાઈકાના પુરા પરિવારે સાથે લંચ કર્યુ

File

મલાઈકાનાં મમ્મી પૂર્વ જમાઈ અરબાઝને આજે પણ ખૂબ પ્રેમ કરે છે, લંચ બાદ વહાલથી ચૂમીને આપી વિદાય

મુંબઈ, અરબાઝ ખાન અને પૂર્વ પત્ની મલાઈકા અરોરા લંચ માટે સાથે જાેવા મળ્યા હતા. અરબાઝ અને મલાઈકાની સાથે તેમનો દીકરો અરહાન તેમજ મલાઈકાના પેરેન્ટ્‌સ અને બહેન અમૃતા અરોરા પણ હતા. મુંબઈની એક જાણીતી રેસ્ટોરાંમાં પરિવારનું ગેટ-ટુ-ગેધર થયું હતું. Arbaaz and Malaika had lunch with the whole family

રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે મલાઈકા-અરબાઝ અને આખો પરિવાર મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયો હતો. દરમિયાન પરિવારનો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ જાેવા મળ્યો હતો જેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા અને અરબાઝના ડિવોર્સ થઈ ગયા છે પરંતુ તેઓ દીકરા અરહાન માટે ઘણીવાર ભેગા થતાં રહે છે. ડિવોર્સ બાદ પણ મલાઈકાના મમ્મી-પપ્પાનો અરબાઝ માટેનો પ્રેમ ઓછો નથી થયો. રવિવારે લંચ પૂરું થયા બાદ રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે મલાઈકાની મમ્મીએ અરબાઝને ભેટીને તેનો ગાલ ચૂમીને વિદાય આપી હતી.

મલાઈકાની બહેન અમૃતાએ પણ પ્રેમથી તેને વિદાય આપી હતી. મલાઈકા-અરબાઝ અલગ થઈ ગયા છે પરંતુ પરિવારનો તેના પ્રત્યનો પ્રેમ ઓછો નથી થઈ થયો. મીડિયાના ફોટોગ્રાફર્સે આ સુંદર ક્ષણને કેમેરામાં કેદ કરી હતી. લંચ માટે આવેલી મલાઈકા અરોરા સ્ટાઈલિશ અવતારમાં જાેવા મળી હતી.

મલાઈકાએ વ્હાઈટ ટી-શર્ટ અને શોર્ટ બ્લેક સ્કર્ટ પહેર્યું હતું. તેના લૂકને પૂરો કરવા રેડ બૂટ પહેર્યા હતા. બીજી તરફ અરબાઝ વ્હાઈટ ટી-શર્ટ અને પેન્ટમાં જાેવા મળ્યો હતો. તેમનો દીકરો અરહાન કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અરબાઝે ૧૯ વર્ષ સાથે રહ્યા પછી ડિવોર્સ લીધા છે.

૨૦૧૭માં કપલના ડિવોર્સ થયા હતા અને ૧૯ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. હાલ મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં છે જ્યારે અરબાઝ જાેર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. મલાઈકા અને અરબાઝનો દીકરો અરહાન ૧૮ વર્ષનો છે અને હાલ તેણે અભ્યાસમાંથી બ્રેક લીધો છે. આ અંગે અગાઉ મલાઈકાએ કહ્યું હતું, તેણે અભ્યાસમાંથી એક વર્ષનો ગેપ લીધો છે પરંતુ તે સમય વેડફતો નથી. તે પોતાને વ્યસ્ત રાખી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.