2021-22ના અંત સુધીમાં ગુજરાતમાં 10,000થી વધારે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ કરવાનો વોર્ડવિઝાર્ડ કટિબદ્ધ
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ ગુજરાતમાં જૉય ઇ-બાઇકનું વેચાણ વધારવા ડિલરશિપ વધારીને 98 કરી
સેલ્સ અને સર્વિસની સુવિધા સાથે રાજ્યમાં વધુ 20 ડિલરશિપનું ઉદ્ગાટન કર્યું
વડોદરા, ગુજરાતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને ગ્રાહકોની વધારે નજીક લઈ જવાના ઉદ્દેશ સાથે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’ની અગ્રણી ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ (BSE Code: 538970)એ રાજ્યમાં સેલ્સ અને સર્વિસ સુવિધાઓ સાથે 20 નવી ડિલરશિપનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ તમામ નવી ડિલરશિપ જૉય ઇ-બાઇક ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને મોટરસાયકલની સંપૂર્ણ રેન્જ ધરાવશે અને ગ્રાહકોને નવો અનુભવ આપશે. આ નવા ડિલર્સને બોર્ડ પર લેવાની સાથે જૉય ઇ-બાઇક હવે ગુજરાતમાં તમામ મહત્વપૂર્ણ સ્થળો પર કામગીરી ધરાવે છે અને કુલ ડિલરશિપની સંખ્યા 98 થઈ છે.
https://westerntimesnews.in/news/136037
આ વિસ્તરણ પર વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચીફ ઓપરેશન ઓફિસર શ્રીમતી શીતલ ભાલેરાવે કહ્યું હતું કે, “અમે બજારમાં અમારી પહોંચ વધારવા જૉય ઇ-બાઇક ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાયકલની ઉપલબ્ધતા વધારવા કટિબદ્ધ છીએ.
ગુજરાત રાજ્યની ઇલેક્ટ્રિક વાહનની નીતિ 2021ના ટેકા સાથે અમારો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં રાજ્યમાં 100થી વધારે ડિલરશિપ સાથે 10,000થી વધારે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ કરવાનો અને કામગીરી વધારવાનો છે. અમારી નવી ડિલરશિપ અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ બેસ્ટ મોડલ પસંદગી કરવાની તક આપશે અને તેમની વેચાણ પછી સર્વિસની જરૂરિયાતો પૂર્ણ કરશે.”
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ જૉય ઇ-બાઇક બ્રાન્ડ નેમ અંતર્ગત ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) સેગમેન્ટમાં અગ્રણી ઓટો ઉત્પાદક કંપની પૈકીની એક છે. કંપની એની બ્રાન્ડ વ્યોમ ઇનોવેશન બ્રાન્ડ મારફતે હોમ એપ્લાયન્સ માર્કેટની જરૂરિયાત પૂર્ણ કરે છે.
ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદનમાં બીએસઇ પર સૌપ્રથમ લિસ્ટેડ કંપની તરીકે એનું મુખ્યત્વે ધ્યાન સકારાત્મક પરિવર્તનને દોરવાની ફિલોસોફી સાથે સુસંગત મોબિલિટીના હાલના વપરાશનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરવા ભારતના ઇવી સેગમેન્ટમાં વૃદ્ધિની સંભવિતતા પર કેન્દ્રિત છે.
જૉય ઇ-બાઇક્સ દ્વારા કંપનીએ પરંપરાગત ઇંધણથી સંચાલિત બાઇક્સનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કર્યો છે. બીજી તરફ, વ્યોમ ઇનોવેશન્સ ઉપભોક્તાઓને ઊર્જાદક્ષ ઘરેલું ઉપકરણો પ્રદાન કરે છે, જેનો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે. એની કામગીરી ભારતના 25થી વધારે મોટા શહેરોમાં પથરાયેલી છે અને કંપની દેશના તમામ વિસ્તારોમાં એની કામગીરી વધારવા કામ કરે છે.