Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન અને શ્રીદેવી કયા કારણથી અફઘાનિસ્તાનમાં પોપ્યુલર થયા હતા

અમિતાભ બચ્ચન સ્ટારર ૧૯૯૨માં આવેલી ફિલ્મ ખુદા ગવાહનું મોટાભાગનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું-અમિતાભ બચ્ચનની “ખુદા ગવાહ” કાબુલમાં ૧૦ અઠવાડિયા હાઉસફુલ રહી હતી

મુંબઈ, અફઘાનિસ્તાનની નાગરિક સરકાર લગભગ ધ્વસ્ત થઈ ગઈ છે અને રાજધાની કાબુલ સહિત મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવખત તાલિબાનનો કબજાે થઈ ગયો છે. પરંતુ, એક એવો પણ સમય હતો કે જ્યારે અફઘાનિસ્તાન આર્ટ, સાહિત્ય, ફેશન, મ્યુઝિક અને સિનેમાને લઈને મોડર્ન હતું. ત્યારે અફઘાનિસ્તાનમાં ભારતીય ફિલ્મો ખૂબ જ પોપ્યુલર હતી.

અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી ફિલ્મોની વાત કરીએ તો ફિરોઝ ખાનની ફિલ્મ ‘ધર્માત્મા’ ચોક્કસ યાદ આવશે. જેમાં એક્ટ્રેસ હેમા માલિનીએ એક અફઘાન યુવતી રેશમાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બાદ હેમા માલિની અફઘાનિસ્તાનમાં ખૂબ પોપ્યુલર થઈ ગઈ હતી.

આ ફિલ્મનું ઘણું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. અમિતાભ બચ્ચન સ્ટારર ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’નું મોટાભાગનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. જેથી અમિતાભ બચ્ચન અને શ્રીદેવી અફઘાનિસ્તાનમાં ખૂબ પોપ્યુલર થયા હતા.

અફઘાનિસ્તાનના કાબુલમાં થિયેટર્સમાં ‘ખુદા ગવાહ’ ૧૦ અઠવાડિયા સુધી હાઉસફુલ રહી હતી. બોલિવૂડ ડિરેક્ટર કબીર ખાને ૨૦૦૬માં ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’ બનાવી હતી. જેમાં જૉન અબ્રાહમ અને અરશદ વારસી પત્રકારના રોલમાં જાેવા મળ્યા હતા.

કાબુલ એક્સપ્રેસ ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનના કાબુલના ગ્રીન પેલેસ, બાલા હિસાર ફોર્ટ, દારૂલ અમાન પેલેસ અને પંજશીર વેલીમાં થયું હતું. આ ફિલ્મ બાદ કોઈ પણ ફિલ્મનું અફઘાનિસ્તાનમાં શૂટિંગ થયું નથી. એક એવો પણ સમય હતો કે જ્યારે અફઘાનિસ્તાનમાં શાહરુખ-સલમાન-આમિર પણ પોપ્યુલર હતા.

કારણકે ત્યારે પાકિસ્તાનથી પાઈરેસી દ્વારા બોલિવૂડ ફિલ્મોની સીડી-ડીવીડી અફઘાનિસ્તાનમાં વેચાતી હતી. અફઘાનિસ્તાનમાં ભારતીય ફિલ્મો સિવાય ભારતીય ટીવી સિરિયલો પણ પોપ્યુલર રહી છે. ત્યાં એકતા કપૂરના ટીવી શૉ ક્યોંકી સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી ખૂબ પોપ્યુલર થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.