ભાડું ત્રણ ગણું વધવાની સંભાવના : ઓલા-ઉબેર
નવી દિલ્હી: ઓલા અને ઉબેરમાં મુસાફરી કરતા લોકો પર બોજો વધી શકે છે. ઓલા-ઉબેર ભાડામાં ત્રણગણો વધારો કરવા જઈ રહી છે. કેબ એગ્રીગેટર્સ ઈન્ડસ્ટ્રી માટે નવા નિયમો ઘડી રહ્યા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર પીક અવર્સ અર્થાત ડિમાન્ડમાં વધુ રહેતી ઉબેર અને ઓલા જેવી કેબ કંપનીઓને ગ્રાહકો પાસેથી પ્રાથમિક ભાડા કરતાં 3 ગણુ વધુ ભાડુ લેવા મંજૂરી આપી શકે છે.
ભાડામાં વૃદ્ધિ અને અન્ય દિશાનિર્દેશો પણ જારી કરાશે કેબ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર ડિમાન્ડ-સપ્લાયને મેનેજ કરવા લાંબાસમયથી સર્જ પ્રાઈસિંગ લાગુ કરવા ભલામણો આપી રહી છે. નવા નિયમો અનુસાર, ગ્રાહકો પાસેથી સર્ચ પ્રાઈસિંગ અંતર્ગત ભાડામાં વૃદ્ધિ અને અન્ય દિશાનિર્દેશો પણ જારી કરાશે.