પવનદીપ-અરુણિતા એક જ બિલ્ડિંગમાં ઘર ખરીદશે

પવનદીપ-અરુણિતા સુપર ડાન્સર ૪ના મહેમાન બનશે
મુંબઈ, સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન ખૂબ વિવાદમાં રહી. ૧૫મી ઓગસ્ટે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં પવનદીપ રાજનને વિનર જાહેર કરવામાં આવ્યો અને તેને ટ્રોફી આપવામાં આવી. ઈન્ડિયન આઈડલ ૧૨ના ઓડિશનથી લઈને ફિનાલે સુધી પવનદીપ રાજન સૌથી વધારે પોપ્યુલર રહ્યો. સિંગિંગ સ્ટાઈલની વાત હોય કે પછી અલગ-અલગ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવાની વાત, આ સિવાય પવનદીપના અરુણિતા કાંજીલાલ સાથેના લિંક-અપની પણ ખૂબ ચર્ચા થઈ. બીજી તરફ અરુણિતા અને પવનદીપના ફેન્સ પણ બંને વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે તે જાણવા માટે આતુર દેખાયા. જાે કે, બંનેએ હંમેશા એકબીજાને પોતાના સારા મિત્ર ગણાવ્યા.
હવે, ઈન્ડિયન આઈડલ ૧૨ના ટોપ-૬ ફાઈનાલિસ્ટ્સમાં સામેલ અને બંનેના મિત્ર તેવા મહોમ્મદ દાનિશે એક વાત જણાવી છે. જે પવનદીપ અને અરુણિતાના ફેન્સ માટે સારા સમાચાર કહી શકાય. દાનિશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, પવનદીપ અને અરુણિતા એક જ બિલ્ડિંગમાં ઘર લેવાનું વિચારી રહ્યા છે. દાનિશે આ સિવાય તેમ પણ જણાવ્યું કે, માત્ર પવનદીપ અને અરુણિતા જ નહીં પરંતુ બાકીના કન્ટેસ્ટન્ટ્સનું પણ મુંબઈમાં એક જ બિલ્ડિંગમાં ઘર લેવાનું પ્લાનિંગ છે.
દાનિશે કહ્યું ‘અમારું પ્લાનિંગ સાથે રહેવાનું છે. બધા બાજુ-બાજુમાં રહીશું, એક જ બિલ્ડિંગમાં સાથે-સાથે. અમારી મિત્રતા આગળ વધશે, ક્યારેય તૂટશે નહીં. અમે બધા લોકો બહારથી આવ્યા છે. જેમ કે કોઈ ઉત્તરાખંડથી આવ્યું છે, કોઈ બંગાળથી આવ્યું છે, કોઈ રાજસ્થાનથી આવ્યું છે. તેથી, અમે સાથે ઘર લઈશું. હવે અમે મિત્રો નહીં પરિવાર બની ગયા છીએ’. દાનિશને જ્યારે પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ વચ્ચેના લવ એન્ગલ અને લિંક-અપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે ‘તેઓ આ વિશે ધ્યાન આપતા નથી. બંને ખૂબ સારા મિત્રો છે અને તેમનું બોન્ડિંગ પણ સારું છે.SSS