પુખ્તોને વેક્સિન લાગી જાય તો જીડીપી ૯.૬ ટકાએ પહોંચશે

પ્રતિકાત્મક
નવી દિલ્હી, ભારતની રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતના આર્થિક ગ્રોટ રેટનુ અનુમાન ઘટાડવામાં આવ્યુ છે.
એજન્સીનુ કહેવુ છે કે, કોરોનાની બીજી લહેર બાદ દેશમાં આર્થિક હિલચાલે વેગ પકડ્યો છે પણ કોરોનાની વેક્સીન આપવાના અભિયાન પર ઘણો આધાર છે.હાલની સ્થિતિ જાેતા ૩૧ ડિસેમ્બર સુધી તમામ પુખ્ય વયના વ્યક્તિઓને દેશમાં કોરોના વેક્સીન મળે તેવુ લાગતુ નથી.આ ટાર્ગેટ હાંસલ કરવા માટે રોજ ૫૨ લાખ ડોઝ આપવા પડે તેમ છે.
એજન્સીનુ કહેવુ છે કે, દેશમાં જાે ડિસેમ્બર સુધી પુખ્તવયના લોકોને વેક્સીન લાગી જશે તો વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી ૯.૬ ટકા પહોંચી શકે છે અને એવુ નહીં થાય તો જીડીપી ૯.૧ ટકા રહેશે.
રેટિંગ એજન્સીનુ કહેવુ છે કે, હાલની વેક્સિનેશનની ઝડપની જાેતા લગભગ નક્કી છે કે, ૧૮ વર્ષથી વધારે વયના તમામ લોકોને વેક્સીન નહીં લગાવી શકાય.
જાેકે કેટલાક સંકેતો એવા છે કે, જેના કારણે અર્થતંત્ર વેગ પકડી રહ્યુ હોય તેમ લાગે છે.જેમ કે વાવણીમાં તેજી આવી છે અને એક્સપોર્ટ પણ વધી રહી છે.બીજી પણ કેટલીક રેટિંગ એજન્સીઓએ પણ ઈકોનોમિક ગ્રોથમાં રિકવરી માટે વેક્સીનેશનમાં ઝડપ કરવા માટે સરકારને અપીલ કરી છે.SSS